Delhi

જાણો કેમ ૭ એપ્રિલના રોજ મનાવવામાં આવે છે ગુડ ફ્રાઈડે?..જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

નવીદિલ્હી
ગુડ ફ્રાઈડે એ ખ્રિસ્તી ધર્મનો વિશેષ તહેવાર છે. આ વર્ષે ગુડ ફ્રાઈડે ૭ એપ્રિલ ૨૦૨૩ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ખ્રિસ્તી સમુદાયના લોકો આ દિવસને બ્લેક ડે તરીકે ઉજવે છે. ગુડ ફ્રાઈડેને હોલી ફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે અથવા ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના લોકો ભગવાન ઇસુની યાદમાં આ તહેવાર ઉજવે છે. કેમ મનાવવામાં આવે છે ગુડ ફ્રાઈડે?… તે જાણો.. ગુડ ફ્રાઈડેને હોલી ડે, બ્લેક ફ્રાઈડે અને ગ્રેટ ફ્રાઈડે તરીકે પણ ઓળખવામાં આવે છે. બાઇબલ અનુસાર, માનવજાતના કલ્યાણ માટે આ દિવસે ખ્રિસ્તીઓના ભગવાન અને પ્રેમ, જ્ઞાન અને અહિંસાના સંદેશા આપનાર ઈસુ ખ્રિસ્તને યહૂદી શાસકો દ્વારા શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને પછી તેમને સુલી પર ચડાવી દેવામાં આવ્યા હતા, તે દિવસે શુક્રવાર હતો. એટલા માટે ખ્રિસ્તી ધર્મના લોકો આ શુક્રવારને ‘ગુડ ફ્રાઈડે’ તરીકે ઉજવે છે. એવું કહેવાય છે કે જ્યાં ભગવાન ઇસુને ક્રોસ પર ચડાવવામાં આવ્યા હતા તે જગ્યાનું નામ ગલગોથા છે. એવું પણ કહેવાય છે કે સુલી ચઢાવવાના ત્રણ દિવસ પછી ઇસુ ખ્રિસ્ત ફરી જીવંત થયા હતા. અને તે દિવસે રવિવાર હતો. માટે આ દિવસને સમગ્ર વિશ્વમાં ઇસ્ટર સન્ડે તરીકે ઉજવવામાં આવે છે. ગુડ ફ્રાઈડેના ૪૦ દિવસ પહેલા તૈયારીઓ શરૂ થઈ જાય છે. ખ્રિસ્તી ધર્મના લોકો ૪૦ દિવસ સુધી ઉપવાસ રાખે છે જ્યારે કેટલાક લોકો માત્ર શુક્રવારે જ ઉપવાસ રાખે છે, તેને લેન્ટ કહેવામાં આવે છે. ભગવાન ઇસુની યાદમાં લોકો ઉપવાસ રાખે છે અને મીઠી રોટલી બનાવીને ખાય છે. ગુડ ફ્રાઈડે પર, ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ચર્ચો અને ઘરોની સજાવટને કપડાથી ઢાંકી દે છે. તેઓ કાળા કપડા પહેરીને ચર્ચમાં જાય છે અને શોક મનાવે છે અને ભગવાન ઇસુ પાસેથી તેમના પાપોની માફી માંગે છે. ઈસુ ખ્રિસ્તના છેલ્લા સાત વાક્યોની વિશેષ સમજૂતી આપવામાં આવી છે. આ દિવસે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજવામાં આવે છે, બાઇબલના ઉપદેશો વાંચવામાં આવે છે. ગુડ ફ્રાઈડેને ઈસુ ખ્રિસ્તના બલિદાન દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આ પ્રાયશ્ચિત અને પ્રાર્થનાનો દિવસ છે, તેથી આ દિવસે ચર્ચમાં ઘંટ વગાડવામાં આવતો નથી. તેના બદલે લાકડાના નૉક્સ વગાડવામાં આવે છે.
(ડ્ઢૈજષ્ઠઙ્મટ્ઠૈદ્બીિઃ અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી…)

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *