Delhi

જૂનાગઢમાં મેળામાં યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે મનપા તંત્ર સજ્જ ઃ ડે. મેયર

નવીદિલ્હી
જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં યોજાનાર મહાશિવરાત્રિના મેળામાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભજન અને ભોજનના આ મેળામાં કોઇપણ યાત્રિકોને તકલીફ ન પડે તેને લઇને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ડે.મેયર ગિરિશભાઇએ જણાવ્યું કે, આ મેળો ગરીબ લોકો માટે ખૂબજ મહત્વનો હોય છે. ઉપરાંત નાના મોટા ધંધાર્થીઓ માટે પણ મહત્વનો હોય છે. લોકોને ભોજન પણ મળી રહેતું હોય છે. પરંતુ કોઇ પણ રીતે કોઇ બિમાર પડે તે માટે મનપા દ્વારા મેળામાં ૮ મેડીકલ ટીમ હાજર રહેશે. અને રેગ્યુલર મેળામાં સફાઇ અને ૩૦ થી ૩૫ જગ્યાએ ટોયલેટ ઉભા કરવામાં આવશે. મેળાને લઇને કોર્પોરેશન, પોલિસ, સાધુ સંતોની કલેકટર સાથે ૫ વાર મિટીંગ પણ કરવામાં આવી છે અને સાધુ,સંતોને કઈ સૂચન હોય તો ધ્યાન દોરવા કહ્યું છે. આ મેળામાં તમામ યાત્રિકોને કોઇપણ અગવડ ન થાય તે માટે મનપા દ્વારા તમામ તૈયારી પુરી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *