નવીદિલ્હી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગુરુવારે સાંજે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ આઈસીસી મહિલા ટી૨૦ વિશ્વ કર સેમીફાઈનલમાં રમવાની છે. આ મેત પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો લાગતો દેખાઈ રહ્યો છે. જાણકારી પ્રમાણે, કેપ્ટન હરમનપ્રીત કોર અને ગેંદબાજ પૂજા વસ્ત્રાકર મેચમાંથી બહાર થઈ શકે છે. જાે કે, બીસીસીઆઈએ હજુ સુધી આ વિશે કોઈ પણ પ્રકારની સત્તાવાર જાણકારી આપી નથી. પાકિસ્તાનના વિરુદ્ધ પ્રથમ મેચમાં વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના પણ ઘાયલ હોવાના કારણે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકી ન હતી. સાઉથ આફ્રિકામાં આઈસીસી મહિલા ટી૨૦ વિશ્વ કરના આંઠમાં એડિશનનું આયોજન થઈ રહ્યું છે. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીઘી છે. ગુરુવાર ૨૩ ફેબ્રુઆરી રાત્રે ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટૂર્નામેન્ટ પહેલા સેમાફાઈનલ મેચમાં રમવાની છે. આ મેચ પહેલા મળી રહેલી ખબર અનુસાર, કેપ્ટન હરમનપ્રીત કોર અને ગેંદબાજ પૂજા વસ્ત્રાકરની તબિયત ખરાબ થઈ ગઈ છે. બંને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ મેચમાં રમવા પર શંકા છે. ૈંહઙ્ઘૈટ્ઠહ ઈટॅિીજજની ખબર પ્રમાણે, મેચના એક દિવસ પહેલા હરમનપ્રીત કોર અને પૂજા વસ્ત્રાકરની તબિયત ખરાબ થઈ ગઈ છે. બંને કેપટાઉનની પાસે હોસ્પિટલમાં લઈ જવા પડ્યા છે. હરમનપ્રીત અને પૂજાને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા જાે કે, સાંજે બંનેને ડિસ્ચાક્ડ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ પૂરી રીતે મેચ રમવા માટે તેઓ ફીટ નથી. હરમનપ્રીત કોરની ગેરહાજરીમાં ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના કમાન સંભાળશે. કેપ્ટનની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં હરલીન દેઓલને જગ્યા આપવામાં આવી શકે છે. આમ તો મેચ પહેલા રાધા યાદવની પણ તબિયત ખરાબ હતી અને તેમને બહાર બેસવું પડ્યુ હતું. પૂજાની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં ઝડપી બોલર અંજલિ સરવાનીને તક આપવામાં આવી શકે છે. આઈસીસી ટેકનિકલ કમિટિની જગ્યાએ સ્નેહ રાણાને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે પરવાનગી આપી છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કોરે વર્ષ ૨૦૧૭ના વનડે વર્લ્ડ કર સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિય વિરુદ્ધ ૧૭૧ રનની યાદગાર પારી રમી હતી. ૧૧૫ બોલમાં ૨૦ ફોર અને ૭ સિક્સ લાગવીને બેમિસાન પારી રમી હતી. ભારતે ૩૬ રનથી મેચ જીતીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.


