Delhi

ડચ નિષ્ણાતે તુર્કીના ભૂકંપની ૩ દિવસ અગાઉ આગાહી કરી હતી, શું કહ્યું? જાણો..

નવીદિલ્હી
સોમવારે વહેલી સવારે ૭.૮ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ દક્ષિણ તુર્કી અને ઉત્તર સીરિયામાં ધસી આવ્યો હતો, આ ભુકંપમાં હજારો ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. હજુ પણ લોકો કાટમાળમાં બચી ગયેલા લોકોને શોધી રહ્યા છે. આ ભૂકંપ એટલો જાેરદાર હતો કે, તેના આંચકા સાયપ્રસ, ગ્રીસ, જાેર્ડન, લેબનોન, સીરિયા, યુકે, ઈરાક અને જ્યોર્જિયા સહિતના કેટલાક અન્ય દેશોમાં પણ અનુભવાયો હતો. ભૂકંપના આંચકાના કારણે તુર્કીમાં લગભગ ૩૦૦૦ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી એએએફપીએ જણાવ્યું કે ઓછામાં ઓછા ૧૮૦૦ જેટલા લોકો આ ભુકંપમાં મૃત્યુ પામ્યા છે. અને હજારો લોકો ઘાયલ થયા છે. આ સંખ્યા હજુ વધુ વધવાની પણ સંભાવના છે. જણાવી દઈએ કે, ડચ સંશોધક ફ્રેન્ક હૂગરબીટ્‌સે ત્રણ દિવસ પહેલા ૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ તુર્કીમાં આ તીવ્ર ભૂકંપની આગાહી કરી હતી. ૐર્ર્ખ્તીહ્વિીટ્ઠંજ, જે નેધરલેન્ડ સ્થિત સંસ્થા સોલર સિસ્ટમ જિયોમેટ્રી સર્વે (જીજીય્જી) માટે કામ કરે છે, તેણે ટ્‌વીટ કર્યું હતુ કે, “વહેલા કે મોડા શ્સ્ ૭.૫નો ભૂકંપ આ પ્રદેશ (દક્ષિણ-મધ્ય તુર્કી, જાેર્ડન, સીરિયા, લેબનોન)ને અસર કરશે.” અને આ ટિ્‌વટ તેમનુ સાચુ પડ્યુ છે. વાસ્તવમાં જીજીય્જી ટિ્‌વટર પર પોતાને ધરતીકંપની પ્રવૃત્તિથી સંબંધિત અવકાશી પદાર્થો વચ્ચેની ભૂમિતિનું નિરીક્ષણ કરવા માટે સંશોધન સંસ્થા તરીકે વર્ણવે છે. સોમવારના ભૂકંપના આંચકા કાહિરા જેટલા દૂર પણ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર સીરિયાની સરહદથી ગાઝિયાંટેપ શહેરની ઉત્તરે લગભગ ૯૦ કિલોમીટર (૬૦ માઇલ) દૂર હતું. જણાવી દઈએ કે તુર્કી એ વિશ્વના સૌથી સક્રિય ભૂકંપવાળા વિસ્તારોમાંથી એક છે. ૧૯૯૯માં ૭.૪ની તીવ્રતાના ભૂકંપથી ડ્યૂઝ સૌથી વધુ પ્રભાવિત થયું હતું. આ ભૂકંપની દાયકાઓમાં તુર્કીને ખરાબ અસર થઈ હતી. ય્ર્ર્ખ્તઙ્મી નકશા અનુસાર જાે તમને જણાવીએ તો, ગાઝિયનટેપ એજીયન સમુદ્રના પ્રદેશથી લગભગ ૧૧ કલાકના અંતરે અને મારમારાથી ૧૨ કલાકના અંતરે આવેલું છે, જ્યાં ડિસેમ્બર ૨૦૨૨ના મોટા ભૂકંપની આગાહી સિસ્મોલોજિસ્ટ દ્વારા કરવામાં આવી છે, તેમ તુર્કી તરફી દૈનિક દૈનિક ડેઈલી સબાહની આગાહી કરી હતી. શું હતી ભવિષ્યવાણી? તે જાણો.. ફ્રેન્ક હૂગરબીટ્‌સની આગાહી વાયરલ થયા પછી, તેણે ભૂકંપ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે મેં અગાઉ કહ્યું તેમ, વહેલા કે મોડા આ પ્રદેશમાં ભૂકંપ આવશે, જેમ કે ૧૧૫ અને ૫૨૬ વર્ષોમાં થયું હતું. આ ધરતીકંપો હંમેશા નોંધપાત્ર ગ્રહોની ભૂમિતિથી પહેલા આવે છે, જેમ કે, આપણે ૪-૫ ફેબ્રુઆરીએ કરી હતી.’ અગાઉની અને બીજી આગાહીમાં, ખાણકામ ભૂસ્તરશાસ્ત્ર, પૃથ્વી વિજ્ઞાન અને ધરતીકંપના નિષ્ણાત સેરકાન એસેલીએ ડિસેમ્બર ૨૦૨૨ માં ડેઈલી સબાહને જણાવ્યું હતું. તુર્કીના મારમારા પ્રદેશમાં ‘મોટા’ અથવા મોટા પાયે ધરતીકંપની અપેક્ષા રાખવામાં આવી હતી, જ્યાં દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું મહાનગર, ઇસ્તનબુલ આવેલું છે, અને તે ‘ભૂકંપની એજિયન પ્રદેશ પર ગંભીર અસર પડશે.’ એવું કહેવામાં આવ્યું હતું કે, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૦થી વધુ નહીં હોય.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *