નવી દિલ્હી
કેન્દ્ર સરકાર દ્વારા હવે દેશભરનાં તબીબો માટે દર પાંચ વર્ષે લાયસન્સ રીન્યુ કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યુ હતું.તબીબી જગતમાં આ પગલાનાં મીશ્ર પ્રત્યાઘાતો પડયા છે. કેન્દ્ર સરકારે ઈસ્યુ કરેલા નોટીફીકેશન પ્રમાણે ઈન્ડીયન મેડીકલ રજીસ્ટર અથવા સ્ટેટ મેડીકલ રજીસ્ટરમાં નોંધાયા હોવા છતાં રજીસ્ટ્રેશન ઓફ મેડીકલ પ્રેકટીશનર્સ એન્ડ લાયસન્સ ટુ મેડીસન રેગ્યુલેશન ૧૦૨૩ ની જાેગવાઈ અંતર્ગત રજીસ્ટ્રેશન નંબર નહિ ધરાવતા તબીબોએ ત્રણ મહિનામાં એથિકવ એન્ડ મેડીકલ રજીસ્ટ્રેશન બોર્ડનાં વેબપોર્ટલમાં નોંધણી અપગ્રેડેશન ફરજીયાત છે. એક વખતની પ્રક્રિયા અંતર્ગત રજીસ્ટ્રેશન નંબર મેળવવો પડશે અને આ લાયસન્સ પાંચ વર્ષ સુધી માન્ય રહેશે. નોટીફીકેશનમાં જણાવાયા પ્રમાણે મેડીકલ પ્રેકટીશનર્સ લાયસન્સ અપડેટ કરવાની પ્રક્રિયામાં કોઈ ફી ચુકવવાની રહેતી નથી. સરકારના આ પગલાના તબીબી જગતમાં મીશ્ર પ્રત્યાઘાતો પડયા છે. એક વર્ગનું એવુ માનવુ છે કે આ કારણથી દેશભરમાં પ્રેકટીસ કરતા તબીબોની માહીતી ઉપલબ્ધ થશે જયારે બીજાે વર્ગ ઝંઝટ વધવાનો મત દર્શાવે છે. ઈન્સ્ટીટયુટ ઓફ લીવર સાયન્સનાં વાઈસ-ચાન્લેસલ ડો.એસ.કે.સહીને કહ્યું કે આ કદમ આવકાર્ય છે. ૨૦૧૦ માં જ આ દરખાસ્ત થઈ હતી અને યુઆઈડીની રચના થઈ હતી. રજીસ્ટ્રેશન નંબર અર્થાત આઈડી આજીવન રહેશે.તબીબ નવી ડીગ્રી મેળવે તો અપડેટ થશે. ઉપરાંત એથિકલ બાબતો પણ તેમાં દર્શાવાશે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા મેડીકલ એસોસીએશનના સ્થાપક ડો.મનીષ જંગરાએ કહ્યું કે એનએમસીમાં તબીબની ફરજીયાત નોંધણીથી પ્રક્રિયા વધુ ઝંઝટભરી થશે અને રાજય કાઉન્સીલરોની સ્વાયતતાને નુકશાન થશે એટલુ જ નહિં ફરીયાદો માટે એનએમસી સુધી પહોંચવાનું કયારેય સરળ નહીં હોય.