Delhi

તમામ રાજ્યોને વાહન અકસ્માતના ક્લેમ માટે પોલીસ સ્ટેશનમાં ખાસ યુનિટ બનાવો ઃ સુપ્રીમ કોર્ટે

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે રાજ્યોને વાહન અકસ્માતના ક્લેમ સંબંધી કેસોમાં તપાસ અને વીમાની રકમ ચૂકવવા માટે પોલીસ સ્ટેશનમાં ખાસ યુનિટ તૈયાર કરવા જણાવ્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે, જાહેર સ્થળે વાહન દ્વારા રોડ અકસ્માતની સૂચના મળ્યા પછી સંબંધિત અધિકારીએ મોટર વ્હિકલ એમેન્ડમેન્ટ એક્ટની કલમ ૧૫૯ હેઠળ પગલાં લેવા જરૂરી છે.જેના ભાગરૂપે પોલિસે ત્રણ મહિનામાં ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં એક્સિડન્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ ફાઇલ કરવાનો રહેશે. જસ્ટિસ એસ એ નઝીર અને જે કે મહેશ્વરીની બેન્ચે જણાવ્યું હતું કે, ‘અમારા મતે રાજ્યના ગૃહ વિભાગના વડા અને તમામ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશોના ડિરેક્ટર જનરલ ઓફ પોલિસે પોલિસ સ્ટેશન્સમાં ખાસ યુનિટની રચના પછી નિયમોનું પાલન નિશ્ચિત કરવું જરૂરી છે.’ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, હ્લૈંઇની નોંધણી પછી તપાસ અધિકારીએ ક્લેમ્સ ટ્રિબ્યુનલને ૪૮ કલાકમાં ‘ફર્સ્ટ એક્સિડેન્ટ રિપોર્ટ’ સુપરત કરવો જરૂરી છે. બેન્ચે તાજેતરના ચુકાદામાં જણાવ્યું હતું કે, ‘વાહનના રજિસ્ટ્રેશન, ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનની ફિટનેસ, પરમિટ અને અન્ય સંબંધિત મુદ્દાની ચકાસણી કરવી એ નોંધણી અધિકારીની ફરજ છે. તેણે ક્લેમ્સ ટ્રિબ્યુનલને ક્લેમ સોંપતા પહેલાં પોલિસ અધિકારી સાથે ચર્ચા કરવી જરૂરી છે. નિયમોમાં જણાવ્યા અનુસાર ફ્લો ચાર્ટ અને અન્ય તમામ દસ્તાવેજ પ્રાદેશિક ભાષા અથવા ઇંગ્લિશમાં હોવા જરૂરી છે. તેને નિયમ મુજબ પૂરા પાડવાના રહેશે.’ સુપ્રીમ કોર્ટે રાજ્યના સત્તાવાળાને મોટર વ્હિકલ્સ એમેન્ડમેન્ટ એક્ટની જાેગવાઇઓ અને નિયમોના પાલન માટે સંયુક્ત વેબ પોર્ટલ કે પ્લેટફોર્મ વિકસાવવા જરૂરી પગલાં લેવાનો નિર્દેશ કર્યો હતો

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *