નવીદિલ્હી
દક્ષિણ સૂડાનના સરકારી મીડિયાના કુલ છ કર્મચારીઓને એક વીડિયો સર્કુલેટ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ વીડિયોમાં રાષ્ટ્રપતિ સલ્વા કીરને એક સત્તાવાર કાર્યક્રમમાં પેન્ટ ભીનું કરતા દેખાડ્યા છે. રાષ્ટ્રીય પત્રકાર સંઘે રોયટર્સને આ જાણકારી આપવામાં આવી છે. ડિસેમ્બરનો આ વીડિયો ક્લિપ છે, જેમાં આપ જાેઈ શકો છો કે, એક રોડ કમીશનિંગ કાર્યક્રમમાં જ્યારે ૭૧ વર્ષિય રાષ્ટ્રપતિ રાષ્ટ્રગાન દરમિયાન ઊભા હતા. ત્યારે તેમના ગ્રે પાતલૂનનમાંથી કાળો ડાઘ દેખાઈ રહ્યો હતો. તે ડાઘ ધીમે ધીમે ફેલાઈને નીચે આવી રહ્યો હતો. જાે કે, આ વીડિયો ટેલીવીઝન પર ક્યારેય પ્રસારિત નથી થયો, પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સાઉથ સૂડાન યૂનિયન ઓફ જર્નલિસ્ટ્સના અધ્યક્ષ પેટ્રિક ઓયેટે કહ્યું કે, સરકારી દક્ષિણ સૂડાન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની સાથે કામ કરનારા પત્રકારોએ મંગળવારે અને બુધવારે ધરપકડમાં લેવાયા છે. તેમણે રોયટર્સને જણાવ્યું છે કે, તેમને એ વાતની જાણકારી હોવાનો અંદાજ છે કે, રાષ્ટ્રપતિનો પેશાબ કરનારો વીડિયો કેવી રીતે સામે આવ્યો. જાે કે, દક્ષિણ સૂડાનના સૂચના મંત્રી માઈકલ મક્યૂઈ અને રાષ્ટ્રીય સુરક્ષા સેવાના પ્રવક્તા ડેવિડ કુમુરીએ આ ટિપ્પણીના અનુરોધોનો તુરંત જવાબ આપ્યો નથી. ૨૦૧૧માં દક્ષિણ સૂડાનના સ્વતંત્રતા મળ્યા બાદથી કીર ત્યાંના રાષ્ટ્રપતિ છે. સરકારી અધિકારીઓએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓનું વારંવાર ખંડન કર્યું છે અને તેઓ અસ્વસ્થ છે. છેલ્લા એક દાયકાથી દેશ સંઘર્ષ સામે ઝઝૂમી રહ્યો છે.
