Delhi

દિલ્હીથી સંબંધોને શર્મસાર કરનાર અહેવાલો સામે આવ્યા, દિલ્હીમાં પૌત્રે પોતાની દાદીની હત્યા કરી

નવીદિલ્હી
ભારતીય સમાજમાં પારિવારિક સંબંધોને સૌથી ઉપર રાખવામાં આવે છે જયાં સંબંધોને નિભાવવા માટે વ્યક્તિ કંઇ પણ કરી શકે છે પરંતુ દિલ્હીથી સંબંધોને શર્મસાર કરનાર અહેવાલો સામે આવ્યા છે.અહીં એક પૌત્રે પોતાની જ દાદીના જાનનો દુશ્મન બની ગયો અને તેમની પિટાઇ કરી તેમનો જીવ લઇ લીધો.ધટના દિલ્હીના રોહિણી વિસ્તારમાં બની છે જયાં એક વૃધ્ધ મહિલાને તેના ૩૦ વર્ષીય પૌત્રે પિટાઇ કરી મોતને ઘાટ ઉતારી દીધા. દિલ્હી પોલીસે આ ઘટના બાબતમાં ખુલાસો કરતા કહ્યું કે મૃતકની ઓળખ રોહિણીના પ્રમનગર નિવાસી રાઇસા ઉવ ૭૦ના રૂપમાં થઇ છે.તેમના પૌત્રની શાહરૂખની પોલીસે ધરપકડ કરી લીધી છે.પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર પ્રેમનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કંટ્રોલ રૂમને એક હત્યાના સંબંધમાં એક કોલ આવ્યો ત્યારબાદ એક પોલીસ ટીમ ઘટના સ્થળે રવાના થઇ જયાં ઘટના પર રઇસા એક રૂમમાં મૃત હાલત મળ્યા હતાં ક્રાઇમ ટીમને ઘટના સ્થળ પર પુરાવા મળી આવ્યા અને શરૂઆતી તપાસમાં મૃતકના શરીર પર કોઇ બહારી ઇજા જાેઇ નહીં શબને એસજીએમ હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવી રઇસાના પુત્ર દ્વારા આપવામાં આવેલ નિવેદનના આધાર પર વધુ શબનું પરીક્ષણ કર્યા બાદ ડોકટરોના મત બાદ હત્યા,સ્વેચ્છાથી ઇજા પહોંચાડવી જાણી જોઇને ઇજા પહોંચાડવી હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો પોલીસે કહ્યું કે તપાસ બાદ આ હત્યાકાંડમાં મૃતના પૌત્ર શાહરૂખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *