Delhi

દિલ્હીના એલજી વીકે સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ડિગ્રી વિવાદ મામલે કટાક્ષ કર્યો

નવીદિલ્હી
ડિગ્રી વિવાદમાં દિલ્હીના એલજી વીકે સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર જાેરદાર પલટવાર ક્યો છે. તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક પર કટાક્ષ કરતા કહ્યું કે કેટલાક લોકો આઈઆઈટીથી ડિગ્રી લીધા છતાં અશિક્ષિત રહી જાય છે. તેમણે તે પણ કહ્યું કે કોઈને પોતાની ડિગ્રી પર અભિમાન ન હોવું જાેઈએ. એલજીએ કેજરીવાલ તરફથી પીએમ મોદીના શિક્ષણને લઈને નિવેદનો પર પ્રતિક્રિયામાં આ વાત કહી. એલજીએ રવિવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલના નિવેદનોનો ઉલ્લેખ કરતા પલટવાર કર્યો. યમુના સફાઈ માટે મહત્વપૂર્ણ નફઝગઢ નાલાની સફાઈનું નિરીક્ષણ કરવા પહોંચેલા એલજીને જ્યારે મીડિયાએ સવાલ કર્યો તો તેમણે કહ્યું- મેં આ નિવેદન સાંભળ્યુ છે, જે માનનીય મુખ્યમંત્રી જીએ થોડા સમય પહેલાં વિધાનસભામાં ાપ્યું હતું. હું કહેવા ઈચ્છીશ કે કોઈને પોતાની ડિગ્રી પર અભિમાન ન હોવું જાેઈએ. એલજીએ કહ્યું કે ડિગ્રીઓ અભ્યાસ પર કરેલા ખર્ચની રશીદો હોય છે. તેમણે આપ સંયોજકને ચેતવણી આપતા કહ્યું કે શિક્ષણ તે છે જે તમારૂ જ્ઞાન અને વ્યવહાર દર્શાવે છે. તેમણે તે કહીને કટાક્ષ કર્યો કે આઈઆઈટીની ડિગ્રી છતાં કેટલાક લોકો અશિક્ષિત રહી જાય છે. સક્સેનાએ કહ્યુ- થોડા દિવસ મેં જાેયુ છે કે ક્યા પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે. હું કહી શકુ છું કે તે સાબિત થઈ ગયું કે કેટલાક લોકો આઈઆઈટીથી ડિગ્રી લઈને પણ અશિક્ષિત રહી જાય છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલ આઈઆઈટીથી એન્જિનિયરિંગ કરી ચુક્યા છે અને આઈઆરએસ અધિકારી રહ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી મોદીના શિક્ષણ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. તે પીએમ મોદીની ડિગ્રી જાહેર કરવાની માંગ કરતા રહ્યાં છે. હાલમાં ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને આ મુદ્દે ઝટકો આપતા ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *