Delhi

દિલ્હીના દરિયાગંજના શૌચાલયમાંથી ખુલ્લામાં ૫૦ લિટર એસિડ મળ્યું ઃ સ્વાતિ માલીવાલે કર્મચારીઓને ફટકાર લગાવી

નવીદિલ્હી
દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલની આગેવાની હેઠળની ઓચિંતી તપાસ દરમિયાન મધ્ય દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં જાહેર શૌચાલયમાં ખુલ્લામાં રાખવામાં આવેલ લગભગ ૫૦ લિટર એસિડ જપ્ત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. ગુરુવારે રાત્રે તપાસ કરવામાં આવી હતી. માલીવાલે ટિ્‌વટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જાહેર શૌચાલયમાંથી એસિડ મળી આવ્યા બાદ સ્ટાફ અને મેનેજમેન્ટને ઠપકો આપતી જાેવા મળે છે. માલીવાલે હિન્દીમાં ટ્‌વીટ કર્યું, “ગઈ રાત્રે દરિયાગંજમાં જાહેર શૌચાલયની તપાસ દરમિયાન જે મળ્યું તે જાેઈને તમે પણ ચોંકી જશો. મધ્ય દિલ્હીમાં શૌચાલયમાં ખુલ્લામાં પડેલું ૫૦ લિટર એસિડ મળ્યું. વિચારો કેટલી જિંદગી બરબાદ થઈ ગઈ હશે. પોલીસને બોલાવીને એસિડ કબજે કરવામાં આવ્યું હતું. અમે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી જવાબ લઈશું અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *