Delhi

દિલ્હીના બિંદાપુરમાં મટિયાલા રોડ પર ભાજપ નેતાની બે અજાણ્યા બદમાશોએ ર્નિદયતાથી તેની જ ઓફિસમાં ગોળી મારીને હત્યા કરી

નવીદિલ્હી
દિલ્હીના બિંદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મટિયાલા રોડ પર શુક્રવારે સાંજે ભાજપ (મ્ત્નઁ) નેતા સુરેન્દ્ર મટિયાલાની બે અજાણ્યા બદમાશોએ ર્નિદયતાથી તેમની જ ઓફિસમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મળતી માહિતી મુજબ, શુક્રવારે સાંજે લગભગ ૭ઃ૪૫ વાગ્યે પોલીસને માહિતી મળી કે સુરેન્દ્ર મટિયાલાની ર્નિદયતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બે અજાણ્યા બદમાશો હાથમાં હેલ્મેટ સાથે ઓફિસની અંદર ઘૂસ્યા અને ઝડપથી ફાયરિંગ શરૂ કરી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ લગભગ ૮-૧૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાંથી ૪ ગોળી સુરેન્દ્રને લાગી હતી. તમને જણાવી દઈએ કે ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઓફિસની અંદર હાજર લોકોએ સુરેન્દ્ર મટિયાલાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા હતા. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. સુરેન્દ્ર ભાજપના સ્થાનિક નેતા હતા અને તેમણે વર્ષ ૨૦૧૭માં કોર્પોરેટરની ચૂંટણી પણ લડી હતી. સુરેન્દ્ર મટિયાલાના પિતરાઈ ભાઈ અને પ્રત્યક્ષદર્શી રામ સિંહના જણાવ્યા અનુસાર, જ્યારે બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે ઓફિસમાં કુલ ૪ લોકો હાજર હતા. જેમાં રામ સિંહ અને અન્ય બે લોકો બેસીને વાત કરી રહ્યા હતા જ્યારે સુરેન્દ્ર મટિયાલા ટીવી જાેઈ રહ્યા હતા. બે લોકો ઓફિસની અંદર ઘૂસ્યા જેમણે ફાયરિંગ શરૂ કર્યું. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી તે કંઈક સમજી શકે ત્યાં સુધીમાં સુરેન્દ્ર મટિયાલાને ગોળી મારી દેવામાં આવી હતી. ઘાયલ અવસ્થામાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જાે કે પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે અને ઓફિસની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *