નવીદિલ્હી
માલવિયા નગર વિસ્તારમાં ૧૯ વર્ષની યુવતી સાથે કારમાં ગેંગરેપનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પીડિતાની ફરિયાદ પર પોલીસે બુધવારે એફઆઈઆર નોંધી છે અને આરોપીને શોધી રહી છે. ડીસીપી સાઉથ ચંદન ચૌધરીએ આ બાબતની પુષ્ટિ કરતા કહ્યું કે, યુવતીએ ૧૨ એપ્રિલે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. જાણો શું છે સમગ્ર ઘટના?.. દિલ્હી પોલીસે જણાવ્યું કે લગભગ અઢી વર્ષ પહેલા ૨૦૨૦માં અનુભવ નામના યુવકે સોશિયલ મીડિયા દ્વારા તેનો સંપર્ક કર્યો હતો. જ્યારે તે નોકરીની શોધમાં હતી.ત્યાર બાદ અનુભવે તેણીને માલવિયા નગર મેટ્રો સ્ટેશન પાસે મળવા બોલાવી હતી. તેની કારમાં વધુ બે મિત્રો પહેલેથી જ હતા. યુવતીનો આરોપ છે કે કારમાં બેસીને તે રસ્તા પર ફરતી રહી અને બેગમપુર વિસ્તારમાં કારમાં બે યુવકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આ સાથે જ તેની વીડિયો ક્લિપ પણ બનાવી અને તેને સોશિયલ મીડિયા પર મુકવાની ધમકી આપી.. ત્યારબાદ અનુભવે યુવતીને કહ્યું કે જાે તે આ અંગે કોઈને કહેશે તો તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. આ મામલાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. મહિલા કાઉન્સેલિંગ ટીમને બોલાવવામાં આવી હતી અને વધુ તપાસ ચાલી રહી છે.


