નવીદિલ્હી
શનિવારે સાંજે દિલ્હીના ઉત્તર ઘોંડા વિસ્તારમાં ફાયરિંગની ઘટનાએ તો સનસનાટી ફેલાઈ ગઈ હતી. ૧૬ વર્ષની યુવતીએ ફાયરિંગ કરીને પ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી. યુવતીએ પિસ્તોલ લાવીને ૫૦ વર્ષની મહિલાને ગોળી મારી દીધી હતી. આ ઘટના ઉત્તરપૂર્વ દિલ્હીના ઉત્તર ઘોંડા વિસ્તારમાં સાંજે લગભગ ૫.૩૦ વાગ્યે બની હતી. પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે જે મહિલાને ગોળી મારી હતી. આ ઘટના પાછળ જાણવા મળ્યું હતું કે તે ૫૦ વર્ષીય મહિલાના પુત્રએ બે વર્ષ પહેલા તેની સાથે બળાત્કાર કર્યો હતો. યુવતીની ફરિયાદ પર ૨૦૨૧માં આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા ઉત્તર ઘોંડાના સુભાષ મોહલ્લામાં કરિયાણાની દુકાન ચલાવે છે. પીડિતાની ઓળખ સુભાષ મહોલ્લાની રહેવાસી ખુર્શીદા તરીકે થઈ છે. પીડિતા માત્ર ૧૬ વર્ષની છે. ગોળી વાગ્યા બાદ સ્થાનિક લોકોએ તેને જેપીસી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ગોળી ચલાવનાર યુવતીને પોલીસે પકડી લીધી છે. પિસ્તોલ પણ મળી આવી છે. પોલીસ વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી કરશે.
