નવીદિલ્હી
દિલ્હીમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગઈકાલ મોડી સાંજે હવામાનના મિજાજમાં પરિવર્તન જાેવા મળ્યુ હતું.જેમાં ફરીએકવાર ઠંડી વધશે અને ધૂમ્મસ છવાશે તેમજ હવામાં પરિવર્તન જાેવા મળશે.જે અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ ૨૨.૮ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન સામાન્યથી ૧૦.૭ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.આમ છેલ્લા ઘણા દિવસોથી લઘુતમ તાપમાન ૬ ડિગ્રીથી નીચે અને મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ ચાલી રહ્યુ હતુ.જેના કારણે દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી હતી.પરંતુ બુધવારથી તાપમાનમાં વધારો શરૂ થયો હતો અને ઠંડીથી રાહત મળી હતી. હવામાન વિભાગ અનુસાર શનિવારથી લઘુતમ તાપમાનમાં ફરીથી ઘટાડો શરૂ થશે.ત્યારે આગામી ૨ જાન્યુઆરી સુધી તાપમાન ૪ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.જે ૫ જાન્યુઆરી સુધી જારી રહેશે.આગામી ૩ થી ૪ દિવસ દરમ્યાન સવારના સમયે દિલ્હી,ચંદીગઢ અને હરિયાણામાં ગાઢ ધૂમ્મસ છવાઈ રહેવાનું અનુમાન છે.જેના કારણે યેલો એલર્ટ જારી કર્યુ છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં કોલ્ડવેવ રહેશે.જેની અસર પંજાબ,હરિયાણા,રાજસ્થાન,ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં જાેવા મળશે.
