Delhi

દિલ્હીમાં કાર, ઓટો બાઈક સહિત ૫૪ લાખ વાહનો પર પ્રતિબંધ

નવીદિલ્હી
દિલ્હીમાં એક્સપાયર ડેટ પૂરી થઈ ગયેલા લાખો વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ૨૭ માર્ચ સુધીમાં દિલ્હી સરકારના પરિવહન વિભાગે ૫૪ લાખથી વધુ વાહનોની નોંધણી રદ કરી દીધી છે. જે વાહનોની નોંધણી રદ કરવામાં આવી છે તેમાં ઓટો રિક્ષા, કેબ અને ટુ વ્હીલરનો પણ સમાવેશ થાય છે, જેમાંથી કેટલાક દાયકાઓ પહેલા નોંધાયેલા હતા. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાજધાનીમાં ૧૦ અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ અને ડીઝલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે. દિલ્હીના ટ્રાન્સપોર્ટ કમિશ્નર આશિષ કુન્દ્રાએ જણાવ્યું હતું કે, ‘સમયમર્યાદા પૂરી કરી ચૂકેલા વાહનોના માલિકોને અપીલ છે કે તેઓ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવીને તેમના વાહનોને એવા રાજ્યોમાં વેચે જ્યાં તેમને ચલાવી શકાય છે. જાે આવા વાહનો શહેરના રોડ પર દોડતા અથવા રોડની બાજુમાં ક્યાંય પાર્ક કરેલા જાેવા મળે તો તેને જપ્ત કરવામાં આવશે અને સ્ક્રેપ માટે મોકલવામાં આવશે.’ ૨૦૧૪માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ૧૫ વર્ષ જૂના વાહનોને જાહેર સ્થળોએ પાર્ક કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે રાજધાની દિલ્હીમાં ૧૦ વર્ષ જૂના પેટ્રોલ અને ૧૫ વર્ષ જૂના ડીઝલ વાહનોને ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ડીરજીસ્ટ્રેશન માટે વાહન માલિકોએ પ્રાદેશિક પરિવહન કાર્યાલયમાં જઈને નિયત પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે. આમાં પ્રથમ પગલું આરટીઓને અરજી લખવાનું અને વાહનની નોંધણી રદ કરવા માટે અપીલ કરવાનું છે. એકવાર અરજી સ્વીકારવામાં આવે ત્યારબાદ વાહન મુસાફરી માટે માન્ય નથી રહેતું અને તેની નોંધણી રદ કરવામાં આવી હોવાનું કહેવાય છે. ત્યારબાદ આવા વાહનોનું સ્ક્રેપિંગ કરવામાં આવે છે. તમે સરકારના અધિકૃત સ્ક્રેપ ડીલર પાસેથી વાહનની સ્ક્રેપિંગ કરાવી શકો છો. સ્ક્રેપિંગનો સંદર્ભ રિસાયક્લિંગના હેતુ માટે વાહનને તોડી પાડવાનો છે. સ્ક્રેપ કરતા પહેલા, ડીલર કારની ચેસીસ નંબર પ્લેટ કાઢી નાખશે અને તેને માલિકને સોંપી દેશે. ત્યારબાદ બંને પક્ષ વાહનની સ્થિતિ અને તેના ભાગોની ગુણવત્તાના આધારે કિંમત નક્કી કરે છે. રજીસ્ટ્રેશનના પ્રમાણપત્રની નકલ સ્ક્રેપિંગ માટે આપવાની રહેશે. ડીલરના સત્તાવાર લેટરહેડ પર સ્ક્રેપિંગની રસીદ મેળવવાનું ભૂલવુ જાેઈએ નહીં. ત્યાર બાદ તેમને પાછું આરટીઓમાં જવું પડશે. એકવાર મૂળ કારનું ડિરજિસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ તમે અન્ય વાહન માટે રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ મફત છે. જાે તમે તમારું વાહન સ્ક્રેપ કરાવવા માંગતા ન હોવ તો તમારી પાસે બે વિકલ્પો છે. તમે તમારા વાહનોને ઈલેક્ટ્રોનિકમાં કન્વર્ટ કરી શકો છો અથવા દિલ્હી સરકાર પાસેથી એનઓસી લઈને અન્ય કોઈપણ રાજ્યમાં વેચી શકો છો.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *