Delhi

દિલ્હી એક્સાઈઝ કેસમાં મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી ૧ મે સુધી વધારાઇ

નવીદિલ્હી
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઈઝ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ એમકે નાગપાલની કોર્ટે એક્સાઈઝ પોલિસી સંબંધિત સીબીઆઈ અને ઈડી બંને કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૧ મે સુધી વધારી દીધી છે. ત્યારે મનીષ સિસોદિયા સાથે એક્સાઈઝ કૌભાંડ કેસના આરોપી અરુણ રામચંદ્ર પિલ્લઈ અને અમનદીપ ધલની ન્યાયિક કસ્ટડી પણ લંબાવવામાં આવી છે. ઈડ્ઢ દ્વારા નોંધાયેલા કેસમાં અરુણ પિલ્લઈ અને અમનદીપ ધલની ન્યાયિક કસ્ટડી ૨૯ એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, જેમને કથિત એક્સાઇઝ કૌભાંડ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા, તેમની પૂછપરછ બાદ ૨૬ ફેબ્રુઆરીએ સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ તેમની ઘણા દિવસોના રિમાન્ડ પર પૂછપરછ કરી, ત્યારબાદ કોર્ટે સિસોદિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. તમને જણાવી દઈએ કે, ૨૭ ફેબ્રુઆરીએ કોર્ટે સિસોદિયાને સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા, જેથી તપાસ એજન્સી નિષ્પક્ષ તપાસ માટે તેમની સમક્ષ મૂકવામાં આવેલા સવાલોના જવાબ મેળવી શકે. કોર્ટે કહ્યું હતું કે આરોપી અગાઉ બે વખત તપાસમાં જાેડાયા હતા. જાે કે, તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા ન હોવાનું જાેવા મળ્યું હતું. હાલ તે તિહાર જેલમાં બંધ છે. આ પહેલા ઈડી એમ કહીને સિસોદિયાના રિમાન્ડની માંગણી કરી હતી કે તેઓ વારંવાર નિવેદન બદલી રહ્યા છે. તેઓને સામસામે બેસાડીને ત્રણ લોકોની પૂછપરછ કરવાની છે. જેમાં દિલ્હીના આબકારી કમિશનર અને એક આઇએએસ અધિકારીનો સમાવેશ થાય છે. ઇડી વતી ઝોહેબ હુસૈન હાજર રહ્યા હતા. બીજી તરફ મનીષ સિસોદિયાના વકીલે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ફોન બદલવાનો કેસ સીબીઆઈની કસ્ટડીનો ભાગ હતો, હવે તેના આધારે રિમાન્ડ આપી શકાય નહીં.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *