નવીદિલ્હી
દેશમાં જી ૨૦ કાર્યક્રમોની મેજબાની સતત જારી છે.દેશના વિવિધ રાજયોમાં થનાર કાર્યક્રમો માટે રાજય સરકારે વિવિધ સ્તર પર તૈયારીઓમાં લાગી છે.દિલ્હીમાં પણ જી ૨૦ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આવામાં દિલ્હી સરકારે કેન્દ્ર સરકારથી જી ૨૦ માટે ફંડની માંગ કરી છે.તેને લઇ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. મનીષ સિસોદિયાએ કેન્દ્રીય નાણાંમંત્રીને પત્ર લખી જી ૨૦ની તૈયારીઓને તેજીથી પુરી કરવા માટે રકમ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.પોતાના પત્રમાં સિસોદિયાએ કહ્યું કે જી ૨૦ની બેઠક દિલ્હીમાં યોજાવી ગર્વની વાત છે સિસોદિયાએ કહ્યું કે કેન્દ્રીય બજેટમાં દિલ્હી સરકારને કોઇ ફંડ મળ્યો નથી આથી કેન્દ્ર સરકાર જી ૨૦ની તૈયારીઓ માટે વધારાનું ફંડ ઉપલબ્ધ કરાવે આ સાથે જ તેમણે પત્રમાં કેન્દ્રને કહ્યું કે જી ૨૦ની વિશેષ તૈયારીઓ માટે ૯૨૭ કરોડ રૂપિયાની જરૂરત છે. એ યાદ રહે કે ભારતે તાજેતરમાં જી ૨૦ની અધ્યક્ષતા મળી છે આવામાં આ વર્ષ દેશ જી ૨૦ની ૫૦થી વધુ શહેરોમાં ૨૦૦થી વધુ બેઠકોની મેજબાની કરશે તેના માટે વિવિધ રાજયો ખુબ સમયથી વિશેષ તૈયારીીઓમાં લાગ્યા છે.
