નવીદિલ્હી
દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીની શરુઆત થઈ ગઈ છે, વાતાવરણ એટલુ ઝડપથી બદલાઈ રહ્યું છે કે, રાજસ્થાનમાં પારો ૩૭ ડિગ્રીને પાર કરી ગયો છે. જાેકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં કોંકણ, ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં તાપમાન ૩૯ ડિગ્રી સુધી પહોંચી શકે છે. બીજી તરફ સોમવારે સવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૧૩.૧ ડિગ્રી સેલ્સિયસ હતું, જે સિઝનના સરેરાશ તાપમાન કરતાં બે ડિગ્રી વધારે નોંધાયુ છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં સાત ડિગ્રી વધારે છે અને બે વર્ષમાં આ મહિના માટે સૌથી વધુ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝન માટે સામાન્ય છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે. જાેકે, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આગામી થોડા દિવસો સુધી સવારે હળવું ઝાકળ અને ધુમ્મસ ચાલુ રહી શકે છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં તાપમાનમાં અસાધારણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં હળવો વરસાદ અને ઝરમર ઝરમર ઝરમર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતા ૧૦ ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું છે. જેમાં ઉત્તર અરબી સમુદ્ર અને તેની આસપાસના ગુજરાતના ક્ષેેત્રો પર એન્ટિ-સાયક્લોનિક સિસ્ટમના વિકાસને કારણે છેલ્લા દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં અચાનક વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાકમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. બીજી તરફ, પશ્ચિમ હિમાલય, ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં હવામાન શુષ્ક રહેશે. જાેકે, નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ૨૧-૨૨ ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ૨-૪ ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાની શક્યતા છે.