Delhi

દીપિકાની ભગવા બિકીની અને ફિલ્મના ટાઇટલ પર ફરી સેંસર બોર્ડની કાતર

નવીદિલ્હી
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણનું સોન્ગ બેશરમ રંગ જ્યારથી રિલિઝ થયું છે, તેના પર વિવાદ થઇ રહ્યો છે. દેશભરમાં લોકો આ સોન્ગનો વિરોધ કરી રહ્યાં છે. વધતા વિવાદ વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનએ મેકર્સને તેમાં ઘણા બદલાવ કરવાના સૂચનો આપ્યા હતા, જેમાં બેશરમ રંગ સોન્ગ પણ સામેલ હતું. તેવામાં, ડાયલોગ્સ સાથે ઘણા સીન્સ પણ સેન્સર કરવા કહ્યું હતું. હવે સામે આવી રહેલા એક રિપોર્ટ અનુસાર ફિલ્મના કેટલાક ડાયલોગ્સમાં બદલાવ કરવામાં આવ્યા છે. તેવામાં બેશરમ રંગ સોન્ગમાં દીપિકાના ક્લોઝ શોર્ટ્‌સ અને સાઇડ પોઝ પર કાતર ચલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સોન્ગના લિરિક્સ દરમિયાન સેંસુઅલ ડાન્સને હટાવી દેવામાં આવ્યો છે અને બીજા શોર્ટ્‌સ એડ કરવામાં આવ્યા છે. જાે કે અત્યાર સુધી તે કન્ફર્મ નથી કે દીપિકાની ભગવા બિકીની પર સેંસરે કાતર ચલાવી છે કે નહીં. તેવામાં એક ટ્‌વીટમાં દ્ભઇદ્ભએ કહ્યું છે કે વધી રહેલા વિવાદને જાેતા મેકર્સ આ ફિલ્મની રિલીઝ ડેટ લંબાવી શકે છે. આ સાથે નવી તારીખે રિલીઝ થનારી ફિલ્મમાં દીપિકા ‘ન તો ભગવા કલરની બિકીની’માં જાેવા મળશે અને ફિલ્મનું નામ પણ બદલાઈ શકે છે. કેઆરકેનો દાવો છે કે મેકર્સ આજે કે કાલે આની જાહેરાત કરી શકે છે. જાે કે દ્ભઇદ્ભ બોલિવૂડ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝને ટ્રોલ કરવા માટે જાણીતો છે, પરંતુ ‘પઠાણ’ના ટ્રેલરમાં વિલંબથી દ્ભઇદ્ભનો દાવો વધુ મજબૂત થઈ રહ્યો છે. જાે રિપોર્ટ્‌સ પર વિશ્વાસ કરવામાં આવે તો, સેન્સરે ૧૦ થી વધુ કાપ મૂકવા કહ્યું હતું, જેમાંથી મોટા ભાગના કટ્‌સ ડાયલોગ્સ સાથે સંબંધિત હતા. બે જગ્યાએ રૉ શબ્દનું સ્થાન ‘હમારે’ કરવામાં આવ્યું છે. લંગડા લુલાના બદલે તૂટેલા ફૂટેલા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યું છે. ઁસ્ર્ં શબ્દ હટાવી દેવામાં આવ્યો છે, જ્યારે ૧૩ જગ્યાએ ઁસ્ની જગ્યાએ રાષ્ટ્રપતિ અથવા મંત્રી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ અશોક ચક્રને વીર પુરસ્કાર શબ્દ સાથે બદલવામાં આવ્યો છે. પૂર્વ દ્ભય્મ્ને પૂર્વ જીમ્ેં અને શ્રીમતી ભારતમાતાને આપણી ભારત માતા સાથે બદલવામાં આવ્યા હતા. એ જ રીતે ફિલ્મમાં અન્ય કેટલાક કટ પણ નાખવામાં આવ્યા છે. આ કટ સાથે, ઝ્રમ્હ્લઝ્ર એ પઠાણના મેકર્સને સેન્સર સર્ટિફિકેટ આપ્યું છે. ફિલ્મને ેં/છ સર્ટિફિકેટ મળ્યું છે. પઠાણ ૨ કલાક ૨૬ મિનિટની ફિલ્મ છે. તમને જણાવી દઈએ કે પઠાણને યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. મહત્વનું છે કે આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ વિલનની ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મનું બજેટ ૨૫૦ કરોડ છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન પઠાણ સાથે લગભગ ૫ વર્ષ પછી સ્ક્રીન પર વાપસી કરી રહ્યો છે. આ વર્ષે તેની વધુ બે ફિલ્મો જવાન અને ડંકી પણ રિલીઝ થશે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *