Delhi

દુબઇનું બુર્ઝ ખલીફા ‘પઠાન’ફિલ્મના ટ્રેલરથી ઝળહળી ઉઠ્‌યું

નવીદિલ્હી
ફિલ્મ ‘પઠાન’ની ઉત્સુકતા સાથે રાહ જાેવાઇ રહી છે. આ ફિલ્મ સાથે કિંગ ખાન ચાર વર્ષ બાદ ફિલ્મી પડદે કમબેક કરવા જઇ રહ્યો છે. આવામાં શાહરૂખ ખાનના ફેન્સમાં ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે. ભારતની સાથે દુબઇમાં પણ પઠાનની ચમક જાેવા મળી રહી છે. ગઇકાલે રાત્રે દુબઇનું બુર્ઝ ખલીફા પઠાનના ટ્રેલરથી ઝળહળી ઉઠ્‌યું હતું. ફિલ્મ પઠાનનું ટ્રેલર રીલિઝ થયા બાદ ધૂમ મચાવી રહ્યું છે. શાહરૂખ ખાનનો એક્શન અવતાર જાેઇને તેના ફેન્સ ખુશ થઇ રહ્યા છે. ફિલ્મને લઇને તેના ફેન્સમાં ઉત્સુકતા પણ વધી રહી છે. ભારતની સાથે દુબઇમાં પણ પઠાનને લઇને ફેન્સની દિવાનગી જાેવા મળી રહી છે. દુબઇના બુર્ઝ ખલીફા પર પઠાનનું ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાહરૂખ ખાન પણ હાજર હતો. સોશિયલ મીડિયા પર બુર્ઝ ખલીફાની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં જાેઇ શકાય છે કે, દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ પઠાનના રંગે રંગાયેલી જાેવા મળી રહી છે. યશરાજ ફિલ્મ્સે દુબઇમાં આયોજીત આ ઇવેન્ટને લગતી કેટલીક પોસ્ટ શેર કરી છે. વીડિયોમાં જાેઇ શકાય છે કે શાહરૂખની એન્ટ્રી થતાં ત્યાં હાજર લોકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળે છે. શાહરૂખ માટે તેના ફેન્સની દિવાનગી જાેવાલાયક હતી.નોંધનીય છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન ૨૫ જાન્યુઆરીએ થિયેટર્સમાં રીલિઝ થશે. ફિલ્મમાં શાહરૂખ સાથે દીપિકા પાદુકોણ અને જાેન અબ્રાહમ લીડ રોલમાં જાેવા મળશે. ટ્રેલર અને સોંગ દર્શકોને લુભાવી રહ્યા છે. એક્શન મોડમાં કિંગ ખાનનો રોમાન્સ તેના ફેન્સ માટે ડબલ ટ્રીટ હશે. હવે જાેવાનું રહ્યું કે, રીલિઝ બાદ પઠાન કેટલી ધમાલ મચાવશે.

Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *