Delhi

દુલ્હન જાનની રાહ જાેઈ રહી હતી, આ દરમ્યાન એવા સમાચાર આવ્યા કે લોકો ચોંક્યા, આ કેસ પોલીસ સુધી પહોંચ્યો

નવીદિલ્હી
લગ્નની સીઝન શરુ થઈ ગઈ છે. દરેક જગ્યાએ લગ્નની ધૂમ મચેલી છે. લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે શું શું નથી કરતા, ક્યારેક ક્યારેક તો એવા કાંડ થઈ જાય છે, જેના વિશે કોઈ વિચાર્યું પણ નહીં હોય. પણ અને હવે આવો જ એક કિસ્સો તમને જણાવીએ છીએ કે અને હા આ કોઈ જેવો તેવો કિસ્સો નથી આ કીસ્સો એવો છે કે સાલું આવું કોઈએ વિચાર્યું એ નહિ હોય… જેમાં જણાવીએ કે યુવતી દુલ્હનના વેશમાં સજીધજીને તૈયાર હતી અને તે આવતી જાનની રાહ જાેઈ રહી હતી. આ દરમ્યાન એક એવા સમાચાર સામે આવ્યા કે, દુલ્હન અને તેના પરિવારના લોકો પણ ચોંકી ગયા. અને ગભરાયેલા કન્યા પક્ષના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી. જ્યાં આ કેસ પોલીસ સુધી પહોંચી ગયો. હકીકતમાં જાે પ્રાપ્ત વિગતવાર જાણકારી મળ્યા અનુસાર જણાવીએ તો, મુઝરિયા પોલીસ ચોકી અનુસાર ક્ષેત્ર એક ગામની છોકરીના લગ્ન કાંસગંજ જિલ્લાના એક ગામમાં રહેનારા યુવક સાથે નક્કી થયા હતા. બુધવારે બપોરના સમયે છોકરીની જાન ગામની નજીક આવી, ત્યારે તેના પરિવારને ફોન આવ્યો કે, યુવકની ભાભીએ લગ્ન કરશે તો આત્મહત્યા કરવાની ધમકી આપી દીધી. આટલું સાંભળતા જ જાનૈયાઓના હોશ ઉડી ગયા. વર પક્ષે જાન પાછી લઈ જવા કહ્યું કે, તો કન્યા પક્ષે તેની ફરિયાદ પોલીસમાં કરી. પોલીસે બંને પક્ષની વાત સાંભળી તો, જાણવા મળ્યું કે, વરરાજાે બનીને આવેલ યુવકને તેની ભાભી સાથે લફરુ ચાલતું હતું. તેને લઈને તેની ભાભી તેના લગ્ન થવા દેતી નહોતી. બાદમાં બંને પક્ષે મુઝરિયા પોલીસ ચોકીમાં સમાધાન કર્યું અને જાન પાછી આવી ગઈ. સાંજના સમયે યુવતીના લગ્ન અલીગઢ જિલ્લામાં રહેતા યુવક સાથે તાત્કાલિક કર્યા.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *