Delhi

દેશના ૩૦ સૌથી વ્યસ્ત બજારોમાં બેંગ્લુરુનું એમજી રોડ ટોચના સ્થાનેે

નવીદિલ્હી
દેશના જુદા જુદા શહેરોમાં ૩૦ સૌથી વધુ અવર-જવર ધરાવતા બજારો (હાઈ સ્ટ્રીટ્‌સ)ની યાદીમાં બેંગ્લુરુનું એમજી રોડ ટોચના સ્થાને રહ્યું છે. તેના પછી હૈદરાબાદનું સોમાજીગુડા અને મુંબઈનું લિંકિંગ રોડ આ યાદીમાં અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. એક અભ્યાસમાં આ માહિતી સામે આવી હતી. દિલ્હીનું ખાન માર્કેટ આ યાદીમાં ૨૭માં ક્રમે રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે હાઇ સ્ટ્રીટ્‌સમાં દુકાનોનું માસિક ભાડું સૌથી વધુ ખાન માર્કેટમાં જ ચૂકવવું પડે છે. અહીં ભાડેથી દુકાન રાખવા માટે પ્રતિ ચો.ફૂટ માટે ૧,૦૦૦-૧,૫૦૦ રૂ. ભાડું ચૂકવવું પડે છે. હાઈસ્ટ્રીટની રેન્કિંગ ૫ માપદંડો – વાહન પાર્ક કરવાની સુવિધા, જાહેર પરિવહન, સ્ટોરનું લોકેશન, ખર્ચ અને સરેરાશ વેપાર ઘનત્વના આધારે નક્કી કરાઈ છે. અહેવાલ અનુસાર દિલ્હીનું સાઉથ એક્સટેન્શન ચોથા ક્રમે છે. કોલકાતાનું પાર્ક સ્ટ્રીટ અને કેમેક સ્ટ્રીટ આ યાદીમાં ૫માં ક્રમે છે. તેમના પછી ચેન્નઈનું અન્ના નગર, બેંગ્લુરુનું કોમર્શિયલ સ્ટ્રીટ, નોઈડાનું સેક્ટર-૧૮ બજાર, બેંગ્લુરુનું બ્રિગેડ માચર્‌ તથા બેંગ્લુરુનાં જ ચર્ચ સ્ટ્રીટનું નંબર આવે છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *