નવીદિલ્હી
દેશભરમાં શીતલહેર શરૂ છે. રાજસ્થાન દિલ્હીમાં ઘણી જગ્યાએ પહાડી વિસ્તારમાં પારો નીચે ગગડ્યો છે. શિમલા, મસૂરી કરતા પણ દિલ્હી વધુ ઠંડુગાર છે. આયાનગરમાં લધુત્તમ તાપમાન ૧.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે શિમલામાં ૩.૭, મસૂરીમાં ૪.૪ ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. ધુમ્મસના કારણે ૧૦૦ ફ્લાઈટ મોડી પડી હતી. દેશના ૧૦ સૌથી વધુ ઠંડા શહેરોમાં મધ્યપ્રદેશના ૪ નોંધાયા છે. છત્તરપુરનું નૌગાંવ દેશનું બીજું સૌથી ઠંડુ શહેર રહ્યું. અહિંયા રાતનું તાપમાન ૦.૨ ડિગ્રી સેલ્સિયસ રહ્યું.આઇએમડી અનુસાર પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જાેવા મળી છે. જમ્મુ, હિમાચલ અને ઉત્તરાખંડમાં આજે હિમવર્ષા અને હળવો વરસાદ થઈ શકે છે. રાજસ્થાનના ૧૧ શહેરોમાં ધુમ્મસ અને કોલ્ડ-વેવના કારણે દિવસનું તાપમાન સામાન્યથી ૧૦ ડિગ્રી સેલ્સિયસ નીચે ગયું છે. ગયા અઠવાડિયે રાજસ્થાનમાં કોલ્ડ-વેવની સ્થિતિ બની છે.હનુમાનગઢ, ગંગાનગરમાં દિવસનો પારો સિંગલ ડિજિટમાં રહ્યો. આ બંને શહેરોમાં દિવસનું મહત્તમ તાપમાન ૯ ડિગ્રી સેલ્સિયસ અને લધુત્તમ તાપમાન ૪.૯ સેલ્સિયસ નોંધાયું. ભોપાલના બડે તાલાબની આ તસવીર છે. સવારે ૧૧ વાગ્યા સુધી અહીં ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. ભોપાલમાં જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું ૧૭ વર્ષમાં સૌથી ઠંડું રહ્યું છે. અહીં સરેરાશ મહત્તમ તાપમાન ૧૯.૬ ડિગ્રી હતું. અગાઉ ૨૦૧૧માં દિવસનું સરેરાશ તાપમાન ૨૦.૨ ડિગ્રી હતું.રાતના તાપમાનના સંદર્ભમાં છતરપુરનું નૌગાંવ દેશનું બીજું સૌથી ઠંડુ શહેર હતું. ત્યાં રાત્રિનું તાપમાન ૦.૨ ડિગ્રી હતું. દાતિયામાં ૨.૫ અને ગુનામાં ૩ ડિગ્રી નોંધાયું હતું. રાજધાની દિલ્હીમાં લધુત્તમ તાપમાન શિમલા, મસૂરી, નૈનીતાલ કરતા પણ નીચે ગયું છે. ૬ જાન્યુઆરીના રોજ આયાનગરમાં લધુત્તમ તાપમાન ૧.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રિઝ વિસ્તારમાં લધુત્તમ તાપમાન ૩.૩ અને સફદરગંજમાં ૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જ્યારે શિમલામાં ૩.૭, મસૂરીમાં ૪.૪ અને નૈનીતાલમાં ૬.૨ ડિગ્રી સેલ્સિયસ રહ્યું. ધુમ્મસના કારણે ૧૦૦ ફ્લાઈટ્સ મોડી પડી છે. તેમાં ૨૦ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ૈંસ્ડ્ઢ અનુસાર, રાજધાની દિલ્હીનું લધુત્તમ તાપમાન ૫ ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિના આદિવાસી જિલ્લામાં પણ હિમવર્ષાથી ઘરોની છત ઢંકાઈ ગઈ હતી. હિમાચલ ઋતુમાં બદલાવ માટે તૈયાર છે, કારણકે પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. શિમલા સહિત પ્રદેશના અધિકાંશ વિસ્તારમાં આજથી વરસાદ અને હિમવર્ષાનું અનુમાન છે. હિમાચલ પ્રદેશમાં આજથી આગામી ૪ દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સંપૂર્ણ રીતે સક્રિય છે. તેના સક્રિય થવાને કારણે હિમાચલના ૬ જિલ્લામાં હિમવર્ષા થશે
