દિલ્હી
દેશની સૌથી મોટી એડટેક કંપની મ્અદ્ઘે’જ ફરી એકવાર કર્મચારીઓની છટણી કરવાનો પ્લાન બનાવી રહી છે. કોસ્ટ કટિંગ અને વધુ સારી કામગીરી માટે કંપની કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી શકે છે. આ વખતે કંપની લગભગ ૧૦૦૦ કર્મચારીઓને છૂટા કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ કંપનીએ હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. બીજી વખત છે કે કંપની તેના કર્મચારીઓને છૂટા કરવાનો પ્લાન બનાવી રહી છે. દેશમાં છટણીનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. એક પછી એક કંપનીઓ તેના કર્મચારીઓને છૂટા કરી રહી છે. આ વખતે દેશની સૌથી મોટી એડટેક કંપની પર છટણીની તલવાર લટકી રહી છે. મળતી માહિતી મુજબ જે લોકોને નોકરીમાંથી કાઢવામાં આવી રહ્યા છે તેમાં મોટાભાગના ઓન-ગ્રાઉન્ડ સેલ્સના લોકો સામેલ છે. કંપની આ લોકોની કોન્ટ્રાક્ટ પર ભરતી કરે છે. થર્ડ પાર્ટી દ્વારા આ લોકોની ભરતી કરાય છે.એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મ્અદ્ઘે’જ આ વખતે લગભગ ૧૦૦૦ કર્મચારીઓને છૂટા કરી શકે છે. કર્મચારીઓનું કહેવું છે કે આ કોઈ આશ્ચર્યજનક વાત નથી. કંપની તેનો ખર્ચ ઘટાડવા માંગે છે. જેના કારણે કંપનીને તેના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી રહી છે. તમને જણાવી દઈએ કે કંપનીનો ગ્રોથ હાલ અટકી ગયો છે. કંપની આકાશ સાથે એક હાઈબ્રિડ પ્લે બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.૨૦૨૩ની શરૂઆતમાં મ્અદ્ઘે’જએ પહેલીવાર લગભગ ૧૦૦૦ કર્મચારીઓને છૂટા કર્યા હતા. આમાં સિનીયર સ્ટ્રેટેજી, ટેક્નોલાજી અને પ્રોડક્ટ રોલ્સના લોકો સામેલ છે. જાેકે, કંપનીના પ્રવક્તાએ આ વખતે થનારી છટણીને લઈ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.