નવીદિલ્હી
દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી સવારે મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. લોકો એકબીજાને અભિનંદન આપ્યા હતાં આ સાથે જ શુક્રવારે સાંજે ઈદનો ચાંદ દેખાતાંની સાથે જ ૨૪ માર્ચથી શરૂ થયેલો રમઝાન માસ પૂર્ણ થયો હતો. રમઝાન મહિનાના અંત પછી ઇસ્લામિક કેલેન્ડરના શવ્વાલ મહિનાના પ્રથમ દિવસે ઇદની ઉજવણી કરવામાં આવે છે. એને ઈદ-ઉલ-ફિતર પણ કહેવામાં આવે છે. ઈદ નિમિત્તે દિલ્હીની જામા મસ્જિદ, ભોપાલની ઈદગાહ અને મુંબઈની માહિમ દરગાહ પર સવારથી જ લોકો નમાજ અદા કરવા માટે ઊમટવા લાગ્યા હતા. આ તરફ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ઈદની શુભેચ્છા આપવા પટનાના ગાંધી મેદાન પહોંચ્યા હતા. અહીં ગુલામ નબી આઝાદ સહિત અનેક નેતાઓએ દિલ્હીની પાર્લમેન્ટ સ્ટ્રીટ પર આવેલી મસ્જિદમાં ઈદની નમાજ અદા કરી હતી. મુંબઈના એક મેદાનમાં સેંકડો લોકો ઈદની નમાજ અદા કરવા માટે એકઠા થયા હતા.મુંબઈમાં પોલીસકર્મીઓએ મુસ્લિમ લોકોને ગુલાબ આપીને ઈદની શુભેચ્છા પાઠવી હતી.ઈદના અવસર પર બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના ભત્રીજા અભિષેક બેનર્જી સાથે કોલકાતાના રેડ રોડ મેદાનમાં લોકોને મળ્યાં હતાં. ઈદના અવસર પર સલમાન ખાને આમિર ખાન સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટોના કેપ્શનમાં ચાંદ મુબારક લખ્યું હતું દિલ્હીની જામા મસ્જિદમાં એકબીજાને ગળે મળીને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ઈદગાહ ખાતે ઈદની નમાજ અદા કરી હતી રેત કલાકાર સુદર્શન પટનાયકે શુક્રવારે સાંજે પુરી બીચ પર ઈદ મુબારકની કલાકૃતિ બનાવી હતી. ઈદ-ઉલ-ફિતરને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો નવાં કપડાં પહેરે છે અને એકબીજાને સેવઈ ખવડાવે છે. મુસ્લિમ ધાર્મિક માન્યતાઓ અનુસાર, પયગંબર હઝરત મુહમ્મદ ૬૨૪ ઈસમાં બદરનું યુદ્ધ જીત્યા હતા. આની ખુશીમાં તેમણે ઈદ-ઉલ-ફિતરની ઉજવણી કરી લોકોનાં મોં મીઠા કરાવ્યા હતા, તેથી મુસ્લિમો આ દિવસે મીઠી સેવઈ બનાવે છે અને એકબીજાને ખવડાવે છે. જકાત એટલે કે ઈદના અવસર પર દાન આપવાનું પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. શુક્રવારે દિવસ દરમિયાન રમઝાન મહિના માટે વિદાયની અલવિદા અદા કરવામાં આવી હતી. આ સિવાય ઈદની ખૂબ જ ખરીદી થઈ હતી. સેવઈઓ, બંગડીઓ અને કપડાં વગેરેનું વેચાણ કરતી દુકાનોમાં ભારે ભીડ જાેવા મળી હતી. મહેંદી લગાવનારની દુકાનો પર ઘણી ભીડ જાેવા આરબ દેશોમાં ઈદ સામાન્ય રીતે ભારતના એક દિવસ પહેલાં ઊજવવામાં આવે છે. ખરેખર, આરબ દેશોમાં ઈદનો ચાંદ એક દિવસ પહેલાં જ દેખાય છે. ત્યાં ૨૦ એપ્રિલે જ ચાંદ દેખાયો હતો, તેથી ૨૧ એપ્રિલે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં ૨૧ એપ્રિલે ચાંદ દેખાયો હતો, તેથી આજે શનિવારે ઈદની ઉજવણી કરવામાં આવી હતી