નવીદિલ્હી
મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. મંગળવારે સ્કૂલને ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે ૪.૩૦ વાગ્યે સ્કૂલની લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો. ફોન કરનારે સ્કૂલમાં ટાઈમ બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ પછી ફોન કરનારે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. ફોન કોલ બાદ શાળામાં અફરાતફરી મચી ગઈ હતી. આ ફોન કૉલ પછી તરત જ, શાળા પ્રશાસને સ્થાનિક પોલીસને તેની જાણ કરી હતી. શાળાની ફરિયાદના આધારે, મ્દ્ભઝ્ર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ફોન કરનાર સામે ૈંઁઝ્રની કલમ ૫૦૫ (૧) (હ્વ) અને ૫૦૬ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. દરમિયાન, મુંબઈ પોલીસે કહ્યું કે તેઓએ ફોન કરનારને શોધી લીધો છે અને ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરશે. ગત વર્ષે ઑક્ટોબરમાં ૐદ્ગ રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલને ધમકીભર્યો કોલ આવ્યો હતો જે દરમિયાન અજાણ્યા કોલરે હૉસ્પિટલને ઉડાવી દેવાની અને અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.


