Delhi

‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મે SRK, સલમાન અને રણબીરની ફિલ્મોને પાછળ છોડી, ૨૦૨૩માં No.1બની

નવીદિલ્હી
અદાહ શર્માની ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની એક તરફ ઘણી ટીકા થઈ રહી છે તો બીજી તરફ તેને પસંદ કરનારા અને જાેવા જનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે. આ ફિલ્મનું બજેટ લગભગ ૪૦ કરોડ છે, જેણે બે દિવસમાં ૨૦.૫૩ કરોડનું કલેક્શન કર્યું છે અને કહ્યું છે કે ફિલ્મમાં દમ તો છે. એટલું જ નહીં આ ફિલ્મનું ૈંસ્ડ્ઢહ્વ રેટિંગ પણ તેના દમ વિશે જણાવે છે. તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ ૨૦૨૩માં રિલીઝ થયેલી લગભગ તમામ ફિલ્મો કરતાં ‘ધ કેરલા સ્ટોરી’નું ૈંસ્ડ્ઢહ્વ રેટિંગ વર્ષ વધુ છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ફિલ્મને અત્યાર સુધીમાં ૧૯ હજારથી વધુ વોટ મળ્યા છે, જેના આધારે તેને ૧૦માંથી ૮.૩ રેટિંગ મળ્યું છે. ફિલ્મને પૂરા ૧૦ રેટિંગ આપનારા યુઝર્સની સંખ્યા ૮૦ ટકાથી વધુ છે. થોડા દિવસો પહેલા રિલીઝ થયેલી ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન ૨’નું રેટિંગ ‘ધ કેરલા સ્ટોરી’ની સૌથી નજીક છે જેને ૮.૨ રેટિંગ મળ્યું છે. જાે રિપોર્ટ્‌સનું માનીએ તો ‘પોનીયિન સેલ્વન ૨’ એ ૧૦ દિવસમાં ૨૫૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે અને તે ૩૦૦ કરોડ તરફ આગળ વધી રહી છે. શાહરૂખ ખાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘પઠાણ’ રેટિંગના મામલે ઘણી પાછળ છે, તેનું રેટિંગ માત્ર ૬.૦ છે. અને આ બંને ફિલ્મ તેના કરતાં આગળ છે. આ વર્ષે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ને ૬.૪ રેટિંગ મળ્યું છે. રાની મુખર્જીની ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ને ૭.૪ રેટિંગ મળ્યું છે. અજય દેવગનની ‘ભોલા’ને ૭.૭ રેટિંગ મળ્યું હતું જે બોક્સ ઓફિસ પર સરેરાશ પરફોર્મ કરી શકી હતી. તમામ વિવાદો વચ્ચે ‘ધ કેરળ સ્ટોરી’ ૫ મેના રોજ રિલીઝ થઈ હતી. લોકોએ ફિલ્મના ટીઝર સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે દક્ષિણના રાજ્યમાંથી ૩૨,૦૦૦થી વધુ મહિલાઓને આતંકવાદી સંગઠન ૈંજીૈંજીમાં ભરતી કરવામાં આવી છે. ત્યાર બાદ આ આંકડો દૂર કરી દેવો પડ્યો હતો. આના આધારે કેરળ હાઈકોર્ટમાં ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની રિલીઝ પર પ્રતિબંધ લગાવવા માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટની બેન્ચે કહ્યું હતું કે ફિલ્મના ડિસ્ક્લેમરથી સ્પષ્ટ થાય છે કે તે કાલ્પનિક વાર્તા પર આધારિત છે. જણાવી દઈએ કે સુદીપ્તો સેનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પર પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *