Delhi

નવાં સંસદ ભવનમાં ઈન્દોરનું અશોક ચક્ર, રાજસ્થાનનો માર્બલ

દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્‌ઘાટન કરશે. આના બે દિવસ પહેલા એટલે કે ૨૬ મેના રોજ પીએમએ પોતાના ટિ્‌વટર હેન્ડલથી નવી સંસદ ભવનનો વીડિયો શેર કર્યો હતો. ૧.૪૮ સેકન્ડના આ વીડિયોમાં સંસદની સુંદરતા અને ભવ્યતા જાેઈ શકાય છે. આ ઈમારતમાં દેશના વિવિધ ભાગોમાંથી શિલ્પો અને કલાકૃતિઓ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ગરુડ, ગજ, અશ્વ અને મગર સહિત દેશમાં પૂજાતા પશુ, પક્ષી વગેરેની ઝલક પણ બતાવવામાં આવી. આ ઉપરાંત ઈમારતમાં ત્રણ દરવાજા બનાવવામાં આવ્યા છે જેને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામ આપવામાં આવ્યું છે. આધુનિક બનવા સુધીની ભારતની સફરની ઝલક પણ આ બિલ્ડિંગમાં જાેવા મળશે. આ ઈમારતમાં એક ભવ્ય હોલ, લાઉન્જ, લાઈબ્રેરી, ડાઈનિંગ હોલ અને પાર્કિંગની જગ્યા પણ હશે. લોકશાહીના મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી અનોખી સામગ્રી એકત્ર કરવામાં આવી છે, જે એક ભારત શ્રેષ્ઠ ભારતની સાચી ભાવના દર્શાવે છે.
ક્યાંથી લાવવામાં આવી વસ્તુઓ
– નવી સંસદમાં ઉપયોગમાં લેવાતું સાગનું લાકડું નાગપુરથી લાવવામાં આવ્યું હતું.
– રાજસ્થાનના સરમથુરાના સેંડસ્ટોન (લાલ અને સફેદ)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
– તેના ફ્લોર પર યુપીના મિર્ઝાપુરની કાર્પેટ લગાવવામાં આવી છે.
– તેના ફ્લોર પર અગરતલાથી આયાત કરાયેલ વાંસનું લાકડું સ્થાપિત કરવામાં આવ્યું છે.
– રાજસ્થાનના રાજનગર અને નોઈડામાંથી સ્ટોન જાળી લગાવવામાં આવ્યા હતા.
– અશોક પ્રતિકને મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને જયપુરથી લાવવામાં આવ્યો હતો.
– સંસદમાં સ્થાપિત અશોક ચક્ર ઈન્દોરથી લાવવામાં આવ્યું છે.
– આ સિવાય મુંબઈથી ફર્નિચર લાવવામાં આવ્યું હતું.
– રાજસ્થાનથી સફેદ માર્બલ ખરીદવામાં આવ્યો હતો.
– કેસરી લીલા પથ્થર ઉદયપુરથી લાવવામાં આવ્યા.
– સ્ટોન કોતરણીનું કામ આબુ રોડ અને ઉદયપુરમાં થયું.
– રાજસ્થાનના કોટપુતલીથી પણ કેટલાક પથ્થરો લાવવામાં આવ્યા હતા.
– હરિયાણાના ચક્રી દાદરીમાંથી રેતી, એનસીઆર, હરિયાણા અને યુપીમાંથી ઇંટ મંગાવવામાં આવી
– બ્રાસ વર્ક અને પ્રી-કાસ્ટ ટ્રેન્ચ અમદાવાદથી લાવવામાં આવ્યા.
– ઇજી ફોલ્સ સીલિંગ સ્ટીલ સ્ટ્રક્ચર દમણ અને દીવમાંથી મેળવવામાં આવ્યું.

File-02-Page-01-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *