Delhi

નવા સંસદ ભવનને શબપેટી કહી RJD ફસાયું

નવીદિલ્હી
દેશને આજે નવું સંસદ ભવન મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્‌ઘાટન કર્યું છે. આ ઉદ્‌ઘાટન કાર્યક્રમનો અનેક વિરોધ પક્ષોએ વિરોધ કર્યો છે. દરમિયાન, લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે તેના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પરથી એક વિવાદાસ્પદ ફોટો ટ્‌વીટ કર્યો છે. જેના પર ભાજપ આક્રમક બન્યું છે. વાસ્તવમાં ઇત્નડ્ઢના ટિ્‌વટર એકાઉન્ટ પરથી એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે. આમાં જ્યાં એક તરફ નવા સંસદ ભવનનું બિલ્ડીંગ છે તો બીજી બાજુ શબપેટીનો ફોટો છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘આ શું છે?’ આરજેડીના આ ટ્‌વીટ બાદ હંગામો શરૂ થયો છે. આ ટિ્‌વટ પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જાેવા મળી રહી છે. કેટલાક તેને દેશનું અપમાન કહી રહ્યા છે તો કેટલાક હિન્દુ ધર્મની મજાક ઉડાવી હોવાનું કહી રહ્યા છે. આ ટ્‌વીટ પર ભાજપે વળતો જવાબ આપતા કહ્યું કે ૨૦૨૪માં જનતા તેમને (ઇત્નડ્ઢ)ને આ શબપેટીમાં દફનાવી દેશે. આરજેડીના આ ટ્‌વીટ પર હંગામો શરૂ થઈ ગયો છે. ભાજપે પલટવાર કરતા કહ્યું કે ૨૦૨૪માં જનતા તેમને આ શબપેટીમાં દફનાવી દેશે. ભાજપે આરજેડીના ટ્‌વીટને ઘૃણાસ્પદ ગણાવ્યું છે અને કહ્યું છે કે આ તેમની રાજનીતિના તાબૂતમાં છેલ્લી ખીલ્લી સાબિત થશે. આરજેડી પર નિશાન સાધતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદે કહ્યું છે કે ભારતીય વ્યવસ્થામાં ત્રિકોણ કે ત્રિભુજનું ઘણું મહત્વ છે. વેલ શબપેટી ષટ્‌કોણ છે અને તે ૬ બાજુઓ સાથે બહુકોણ છે. સુશીલ મોદીએ કહ્યું છે કે તેમની સામે દેશદ્રોહનો કેસ થવો જાેઈએ. આરજેડી હવે આ પોસ્ટ પર સ્પષ્ટતા આપી રહી છે. પાર્ટીનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી દેશના ઈતિહાસને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. સંસદને ભાજપનું ભવન બનાવવામાં આવી રહ્યું છે. આરજેડીએ કહ્યું કે અમે સંસદનું અપમાન નથી કર્યું.

Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *