દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ સાથે મુલાકાત કરી હતી. નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ભારતની ચાર દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ગુરુવારે પીએમ મોદીને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. હૈદરાબાદ હાઉસમાં મુલાકાત બાદ બંને નેતાઓ ઊર્જા, કનેક્ટિવિટી અને વેપાર પર ચર્ચા કરી હતી. તમને જણાવી દઈએ કે, ડિસેમ્બર ૨૦૨૨માં પીએમ પદ સંભાળ્યા બાદ પ્રચંડની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા છે. પીએમ મોદી અને નેપાળના વડાપ્રધાન આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારત-નેપાળ સરહદ પર ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનો શિલાન્યાસ પણ કરશે. તમને જણાવી દઈએ કે, તેને બનાવવા માટે ૧૫૦ એકર જમીન સંપાદિત કરવામાં આવી છે. આમાં ટર્મિનલ બિલ્ડિંગથી લઈને પ્રવેશ દ્વાર ભારત-નેપાળ, સ્ટાફ બેરેક અને કાર્ગો પાર્કિંગ સુધીનો ઘણો સમાવેશ થશે. આ પહેલા નેપાળના પીએમએ ગુરુવારે રાજઘાટ પર મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે વિઝિટર બુકમાં પણ લખ્યું હતું. ચાર દિવસીય ભારતના પ્રવાસે આવેલા નેપાળના પીએમ પ્રચંડે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી છે. આ સાથે જ તેમણે દૂતાવાસમાં એક કાર્યક્રમમાં કહ્યું કે નેપાળ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. તમને જણાવી દઈએ કે, નેપાળ ભારતના પાંચ રાજ્યો સાથે સરહદ ધરાવે છે. જેમાં સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં નેપાળ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદી અને નેપાળના પીએમ પ્રચંડ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી, અર્થતંત્ર અને ઉર્જા ક્ષેત્રે સહયોગ પર ચર્ચા થવાની આશા છે.
