દિલ્હી
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ભારત આવી રહ્યા છે. તેઓ આવતા અઠવાડિયે ભારત આવશે. વડાપ્રધાન તરીકે પુષ્પ દહલ પ્રચંડની આ ચોથી ભારત મુલાકાત છે. ચાર દિવસની મુલાકાતે આવી રહેલા પીએમ પ્રચંડ ભારતના ઘણા શહેરોની મુલાકાત લેશે. સત્તાવાર પ્રવાસ પર આવેલા પ્રચંડ મધ્યપ્રદેશના ઉજ્જૈન અને ઈન્દોરની પણ મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. તેઓ ૩૧ મેથી ૩ જૂન સુધી ભારતમાં રહેશે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ પ્રચંડ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. ભારતની મુલાકાત દરમિયાન તેઓ ઉજ્જૈન અને ઈન્દોરની મુલાકાત લેશે. પીએમ પ્રચંડ દહલની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ જશે. આ દરમિયાન, બંને નેતાઓ – ઁસ્ પ્રચંડ અને ભારતના ઁસ્ નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિશેષ ચર્ચા થશે. ભારત પ્રવાસ દરમિયાન પીએમ પુષ્પ દહલ પ્રચંડ ભારતના અન્ય પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે. નેબરહુડ ફર્સ્ટ પોલિસી અંતર્ગત બંને દેશોમાં ઘણા ઉચ્ચ સ્તરીય મુદ્દાઓ પર વાતચીત થશે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં સહકારના તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર રીતે મજબૂત થયા છે. આ મુલાકાત બંને પક્ષો દ્વારા બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. નેપાળી પીએમ ૧ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. દ્વિપક્ષીય વાટાઘાટો બાદ બંને નેતાઓ સંયુક્ત પત્રકાર પરિષદને પણ સંબોધશે. આ પછી બંને નેતાઓ સાથે લંચ કરશે.પીએમ પ્રચંડ તેમની ભારત મુલાકાત દરમિયાન દિલ્હીમાં નેપાળ-ભારત બિઝનેસ સમિટમાં ભાગ લેશે. ફેડરેશન ઓફ નેપાળ ચેમ્બર્સ ઓફ કોમર્સ (હ્લદ્ગઝ્રઝ્રૈં) અને કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (ઝ્રૈંૈં)ના નેજા હેઠળ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ પ્રચંડ ભારતમાં રહેતા નેપાળી નાગરિકોને પણ મળશે. પીએમ પ્રચંડ ભારતમાં નેપાળના રાજદૂત શંકર પ્રસાદ શર્મા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. ૩ જૂને નેપાળ પરત ફરતા પહેલા તે ઉજ્જૈન અને ઈન્દોરની પણ મુલાકાત લેશે.
