Delhi

નોઈડાના રસ્તાઓ પર યુવકે કરેલા સ્ટંટ બાદ પોલીસે જીવનભર યાદ રહે તેવો દંડ ફટકાર્યો

નવીદિલ્હી
જાહેર રસ્તાઓ પર કરવામાં આવતા ખતરનાક સ્ટંટના વધુ એક ઉદાહરણમાં, એક યુવક તેની કારના દરવાજા પર બેસીને બારીમાંથી બહાર નીકળતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ઉત્તર પ્રદેશના નોઈડામાં બની હતી અને વાયરલ ટ્‌વીટમાં શહેરના પોલીસ અધિકારીઓને પણ ટેગ કરવામાં આવ્યા હતા. અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કરવા માટે, પ્લેટફોર્મના ઘણા વપરાશકર્તાઓએ પણ પોસ્ટ શેર કરી હતી. વ્યસ્ત રસ્તા પર આ સ્ટંટ કરતા જાેવા મળેલા યુવકનું પ્રારંભિક ટ્‌વીટ એક પત્રકારે તેના ટિ્‌વટર હેન્ડલ પર શેર કર્યું હતું. પત્રકારે નોઈડાના પોલીસ કમિશનરેટ, નોઈડા ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને યુપી પોલીસ અધિકારીઓના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટને ટેગ કર્યા. પોતાના ટિ્‌વટમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે, નોઈડામાં અમીર લોકો જાહેર રસ્તાઓ પર સ્ટંટ કરતા જાેવા મળ્યા હતા. શેર કરેલા વિડિયોમાં આપણે જાેઈ શકીએ છીએ કે, લાલ રંગની ૐએહઙ્ઘટ્ઠૈ ઈઙ્મૈંી ૈ૨૦માં એક યુવક કારના દરવાજા પર તેની બારીઓ નીચે ફેરવીને બેઠો છે. કારની નંબર પ્લેટ ભાગ્યે જ દેખાઈ રહી છે. વિડિયોમાં એ સ્ટંટ કરી રહેલા માણસની ખૂબ જ ટૂંકી ક્લિપ છે, અને આ પ્રકારના સ્ટંટમાં અન્ય કોઈ સામેલ હતું કે, કેમ તે સ્પષ્ટ જણાઈ શક્યું નથી. આ ટ્‌વીટ વાયરલ થયા બાદ પોલીસ અધિકારીઓએ ટ્‌વીટનો જવાબ આપતા કહ્યું કે, આ મામલો શહેરના ટ્રાફિક વિભાગને મોકલવામાં આવ્યો છે, અને તપાસ ચાલી રહી છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે કે, નહીં તેની હજુ સુધી કોઈ માહિતી નથી. જાેકે, અમે આશા રાખી શકીએ છીએ કે, આરોપીઓ સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. જાહેર રસ્તાઓ પર યુવાનો દ્વારા આવા સ્ટંટ કરવા માટેનું સૌથી સામાન્ય કારણ ઓનલાઈન ફોલોઅર્સ અને યુઝર્સ પાસેથી એવી આશા રાખવી કે, તેઓને ઈન્ટરનેટ પર પ્રસિદ્વી મળી જશે. જાેકે, આ પ્રકારના પ્રેન્ક અને સ્ટંટ દ્વારા જે, વ્યક્તિઓ તેમની પોસ્ટ લાઇક્સ, શેર અને કમેન્ટ્‌સ કરીને તેમનો ઉત્સાહ વધારતુ હોય છે, જાેકે, ખ્યાતિ મેળવવાની લ્હાયમાં કેટલીક વાર ખરાબ પરીણામ પણ આવતા હોય છે.

Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *