Delhi

પતિ કેએલ રાહુલે મારેલી ૧૦૩ મીટર લાંબી સિક્સર જાેઈને પત્ની આથિયા ખુશીથી ઉછળી

નવીદિલ્હી
લખનૌ સુપર જાયન્ટ્‌સે રાજસ્થાન રોયલ્સ (ન્જીય્ ફજ ઇઇ) સામે ૧૫૪ રનનો સ્કોર સફળતાપૂર્વક બચાવ કરી લીધો હતો. એક સમયે રાજસ્થાનની ટીમ સફળતાથી જીતતી દેખાતી હતી પરંતુ વચ્ચેની ઓવરોમાં ટીમની વિકેટો પડવાની શરુ થતા સંજૂ સેમસનની ટીમ ૧૦ રનથી મેચ હારી ગઈ છે. લખનૌની ટીમના કેપ્ટન કેએલ રાહુલએ આ દરમિયાન ૧૦૩ મીટરનો લાંબો છગ્ગો ફટકાર્યો હતો, જેને જાેઈને પત્ની આથિયા શેટ્ટી ખુશીથી ઉછળી પડી હતી. આથિયાનું છગ્ગો જાેઈને જે રિએક્શન આવ્યું તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેએલ રાહુલે લખનૌ સુપર જાયન્ટ્‌સની ૯મી ઓવરના ૫મા બોલને સ્લોગ સ્વીપ કરી દીધો હતો. યુજવેન્દ્ર ચહલના બોલ પર રાહુલને ઓફ સ્ટમ્પ લેંથ મળી અને તેણે મિડવિકેટ તરફ છગ્ગો માર્યો હતો. રાહુલનો આ શોટ જાેઈને જયપુરના સવાઈમાનસિંહ સ્ટેડિયમમાં બેઠેલી એક્ટ્રેસ પત્ની આથિયાર શેટ્ટી ખુશીથી ઉછળી પડી હતી. આથિયા મેદાનમાં તાળીઓ પાડતી જાેવા મળી હતી. લખનૌ સુપર જાયન્ટ્‌સે ૈંઁન્માં આ બીજી સીઝન છે. તેણે ટુર્નામેન્ટમાં ૧૧માંથી ૯ વખત લક્ષ્ય બચાવવામાં સફળતા હાંસલ કરી છે. બે વખત હાર મળી છે. જયપુરના આ સ્ટેડિયમમાં ૪ વર્ષ પછી ૈંઁન્ની મેચ રમાઈ છે. આ સ્ટેડિયમમાં રમવા માટે ગયેલી ટીમોને ૭માંથી ૬ વખત ચેઝ કરનારી ટીમને જીત મળી છે, જ્યારે પહેલીવાર પહેલી બેટિંગ કરનારી ટીમનો વિજય થયો છે. ૧૫૫ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે ૧૧ ઓવર સુધી એકપણ વિકેટ ગુમાવી નહોતી અને ૮૧ રન બનાવી લીધા હતા. જાેકે, રાજસ્થાને ૧૨મીથી ૧૭મી ઓવરમાં ૩૨ રન બનાવીને ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ૧૮થી ૨૦ ઓવરમાં ૩૧ રન બનાવીને વધુ ૨ વિકેટ ગુમાવી દીધી હતી. આમ રાજસ્થાનની ટીમે છેલ્લે ૧૦ રનથી મેચ ગુમાવવાનો વારો આવ્યો હતો.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *