Delhi

પાર્ટીમાં ડાન્સ કરતા સમયે ફ્લોર તૂટ્યો, અનેક વિદ્યાર્થીઓ સિંકહોલમાં સમાઈ ગયા

નવીદિલ્હી
ક્યારેક સોશિયલ મીડિયા પર આપણને એવો નજારો જાેવા મળે છે જેને જાેયા પછી યૂઝર્સના હોશ ઉડી જાય છે, આંખો ફાટી જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડાન્સ ફ્લોર પર યુવાઓ સહિત અનેક લોકો ડાન્સ સાથે મસ્તી કરતા જાેઈ શકાય છે. તેના પછી જે થાય છે તે જાેઈને ચારેબાજુ ચિચિયારીઓ સંભળાવા લાગે છે. સોશિયલ મીડિયા પર આવેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે કોઈ કોલેજના સ્ટુડન્ટ પાર્ટી દરમિયાન ડાન્સ કરે છે. આ દરમિયાન તે જાેશ-જાેશમાં ઘણી ઝડપથી ડાન્સ ફ્લોર પર ઉછળીને-ઉછળીને ડાન્સ કરવા લાગે છે. જેના કારણે ફ્લોર તેમનું વજન સહન કરી શકતું નથી. અને ધડામ કરતો ડાન્સ ફ્લોર તૂટી જાય છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકસાથે જમીનમાં ધસી જાય છે. જેને જાેઈને યૂઝર્સને પરસેવો છૂટી જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોને ॅર્ॅ_ર્_ષ્ઠર્ઙ્મષ્ઠા નામથી એક ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક પાર્ટી દરમિયાન આ ઘટના બની હતી. જેમાં પાર્ટી દરમિયાન ડાન્સ કરી રહેલા બે ડઝનથી વધારે વિદ્યાર્થી અચાનક જમીન ધસવાના કારણે સિંકહોલમાં પડી જાય છે. જેના કારણે તેમને સામાન્ય ઈજા પણ થાય છે. વીડિયો સોશિયલ મીડિયામાં પર યૂઝર્સનું ધ્યાન ઝડપથી ખેંચી રહ્યો છે. જેને જાેઈને દરેક વ્યક્તિ હેરાન રહી જાય છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમાચાર લખાઈ ત્યાં સુધી ૨.૩ મિલિયન કરતાં વધારે વ્યૂઝ અને ૩૧ હજારથી વધારે લાઈક્સ મળી ગઈ છે. વીડિયોને જાેયા પછી યૂઝર્સ પોતાના રિએક્શન આપતા જાેવા મળે છે. એક યૂઝરે વીડિયોને જાેયા પછી તમામ વિદ્યાર્થીના સુરક્ષિત હોવાની કામના કરી. જ્યારે એક યૂઝરે લખ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા લોકો સુરક્ષિત હોય.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *