Delhi

પીએમ મોદીના શાસનમાં ભારતમાં વાઇબ્રન્ટ લોકશાહી ઃ અમેરિકા

નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર ૨૨ જૂને અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પહેલા વ્હાઇટ હાઉસે સોમવારે ભારત વિશે નિવેદન જાહેર કર્યું હતું. ભારતીય લોકશાહી પર સવાલ ઉઠાવનારાઓને યોગ્ય જવાબ આપતા અમેરિકાએ કહ્યું કે પીએમ મોદીના શાસનમાં ભારતમાં વાઇબ્રન્ટ લોકશાહી છે અને જાે કોઈને શંકા હોય તો તેઓ નવી દિલ્હી જઈને જાતે જાેઈ શકે છે. ત્યારે આમ કહીને અમેરિકાએ ભારતમાં લોકશાહી અંગેની ચિંતાઓને ફગાવી દીધી હતી. વ્હાઇટ હાઉસમાં ભારત પર નિવેદન આપતા કહ્યુ હતુ કે ભારત એક ગતિશીલ લોકશાહી છે અને જે કોઈ શંકા હોય તે નવી દિલ્હીની મુલાકાત લે છે તે તેને જાેઈ અને અનુભવી શકે છે. એવું માનવામાં આવે છે કે આ નિવેદન દ્વારા અમેરિકાએ તે તમામ ટીકાઓને સંપૂર્ણ રીતે ફગાવી દીધી છે, જેમાં ભારતના લોકતંત્ર પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વ્યૂહાત્મક સંચાર સંયોજક જ્હોન કિર્બીએ અહીં પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “ભારત એક જીવંત લોકશાહી છે. કોઈપણ નવી દિલ્હી જાય છે તે આ જાતે જાેઈ શકે છે. અને અલબત્ત, હું આશા રાખું છું કે લોકશાહી સંસ્થાઓની તાકાત અને સ્થિતિ ચર્ચાનો ભાગ હશે. કિર્બીએ કહ્યું કે ભારત અનેક સ્તરે અમેરિકાનું મજબૂત ભાગીદાર છે. તેમણે કહ્યું, ‘તમે જાેયું કે સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટીને હવે કેટલાક વધારાના સંરક્ષણ સહયોગની જાહેરાત કરી છે જેને અમે ભારત સાથે આગળ વધારવા જઈ રહ્યા છીએ. અલબત્ત, આપણા બંને દેશો વચ્ચે ઘણો આર્થિક વેપાર છે. ભારત પેસિફિક ક્વોડનો સભ્ય છે અને ઈન્ડો-પેસિફિક સુરક્ષાના સંદર્ભમાં યુએસનો મુખ્ય મિત્ર અને ભાગીદાર છે. કિર્બીએ કહ્યું, ‘હું આગળ વધી શકતો હતો. ભારત આપણા બંને દેશો વચ્ચે માત્ર દ્વિપક્ષીય જ નહીં, પણ અનેક સ્તરે બહુપક્ષીય રીતે મહત્ત્વનું છે તેના ઘણા કારણો છે. અને રાષ્ટ્રપતિ જાે બિડેન વડાપ્રધાન મોદી અહીં આવવા, તે તમામ મુદ્દાઓ વિશે વાત કરવા અને તે ભાગીદારી અને મિત્રતાને આગળ વધારવા અને ગાઢ બનાવવા માટે ખૂબ જ આતુર છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *