Delhi

પુણેમાં લાઈવ કોન્સર્ટને રોક લાગી, વાયરલ વીડિયોથી વિવાદ, પોલીસના વર્તનથી લોકો નાખુશ

નવીદિલ્હી
જ્યારે પીઢ સંગીતકાર એ.આર. રહેમાન રવિવારે પુણેમાં સેંકડો પ્રેક્ષકોની સામે પરફોર્મ કરી રહ્યા હતા, ત્યારે પોલીસ કાર્યક્રમમાં ઘૂસી ગઈ હતી અને મંચ પર ચઢીને શોને બંધ કરવાની માંગ કરી હતી, જેનો વીડિયો ટિ્‌વટર પર શેર કરવામાં આવ્યો છે. ત્યારથી વાયરલ થઈ રહી છે. ઘટના બાદ પુણે પોલીસે આ ઘટના પર જવાબ માંગ્યો અને જણાવ્યું કે, ગાયક એઆર રહેમાને રાત્રે ૧૦ વાગ્યાની સમયમર્યાદા વટાવી દીધી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, એઆર રહેમાન જ્યારે તેનું ફેમસ ગીત ‘છૈયા છૈયા’ ગાતો હતો ત્યારે તેને પરફોર્મ કરવાથી અટકાવવામાં આવ્યો હતો. રાતના ૧૦ વાગ્યા હોવાને કારણે તેમને તેમનો શો બંધ કરવા કહેવામાં આવ્યું. સોમવારે છદ્ગૈંએ ટ્‌વીટ કર્યું, ‘ગઈ રાત્રે પુણે પોલીસે સંગીતના ઉસ્તાદ એઆર રહેમાનને તેમના કોન્સર્ટ દરમિયાન ગાવાથી રોક્યા. તેઓ રાત્રે ૧૦ વાગ્યા પછી પણ પ્રદર્શન કરી રહ્યા હતા, જેની મંજૂરી નથી.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *