Delhi

પુલવામા અટેકના ૧૦ દિવસ બાદ બીજાે હુમલો કરવાના હતા પાકિસ્તાની આતંકી ઃ પૂર્વ કમાંડર

નવીદિલ્હી
જમ્મુ કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ આતંકી હુમલાના ૧૦ દિવસની અંદર આતંકવાદીઓ ભારતીય સુરક્ષાદળો પર વધુ એક મોટો આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં હતા. પુલવામા હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઈ ગયા હતા. પણ બીજી વાર આતંકીઓનું ષડયંત્ર નિષ્ફળ રહ્યું, કેમ કે સુરક્ષાદળોએ સમય રહેલા બે પાકિસ્તાની નાગરિકો સહિત ૩ આતંકીઓની ઠાર કરી નાખ્યા હતા. ચિનાર કોર્પ્સના પૂર્વ કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લો (નિવૃત) એ પોતાની નવી બુક ‘કિતને ગાઝી આએ, કિતને ગાઝી ગએ’માં ખુલાસો કર્યો છે. કેજેએસ ઢિલ્લોએ પોતાની બુકમાં લખ્યું છે કે, ઘણા લોકો પુલવામા જેવા આત્મઘાતી હુમલા વિશે નથી જાણતા, જેની યોજના ફેબ્રુઆરી ૨૦૧૯માં જ બની ગઈ હતી. તેની સાથે જ તે જણાવે છે કે એક સંભવિત આત્મઘાતી હુમલાખોરે પોતાના ઈરાદા બતાવવા માટે વિસ્ફોટકો અને બીજા હથિયારો સાથે એક વીડિયો બનાવ્યો હતો. આપને જણાવી દઈએ કે, પુલવામાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ એક આત્મઘાતી હુમલાખોરે પોતાની કારને સીઆરપીએફના કાફલાની બસથી ટક્કર મારી હતી, જેમાં ૪૦ જવાનો શહીદ થઈ ગયા અને કેટલાય ઘાયલ થઈ ગયા હતા. તો વળી ઢિલ્લો લખે છે કે, જાે કે, ગુપ્તચર એજન્સીઓએ આ હુમલાની ગંધ આવતા તાત્કાલિક આ મોડ્યૂલને ખતમ કરવામાં લાગી ગયા હતા.ચિનાર કોર્પ્સના પૂર્વ કમાંડરનું કહેવું છે કે, પુલવામા હુમલા બાદ ગુપ્તચર એજન્સીઓ, જમ્મુ કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ પોતાના અભિયાનને ગતિ આપી અને દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં જૈશ એ મોહમ્મદ જેવા આતંકી સંગઠનોના નેટવર્કને નિષ્ફળ કરવામાં સફળ રહ્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો કે, એજન્સીઓ સતત કામ કરી રહી હતી અને તુરીગામમાં જૈશના આતંકવાદીઓએ આ મોડ્યૂલની હાજરીમાં ગુપ્તચર જાણકારી એકઠી કરી રહી હતી, જ્યાંથી તેઓ હુમલાની યોજના બનાવી રહ્યા હતા. ઢિલ્લો કુલગામમાં જમ્મુ કાશ્મીર પોલીસના પોલીસ ઉપરી અમન કુમાર ઠાકુરને સ્થાનિક રાષ્ટ્રીય રાઈફલ્સ એકમની સાથે આતંકવાદીઓ વિશે ઈનપુટ શેર કરવા અને સામેથી પોતાના લોકોની સાથે ઓપરેશનનું નેતૃત્વ કરવાનો શ્રેય આપે છે.

File-01-Page-09-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *