નવીદિલ્હી
રેસલિંગ ફેડરેશન ઓફ ઈંડિયાના અધ્યક્ષ અને ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લગાવનારી મહિલા પહેલવાનોએ પોતાનું નિવેદન દિલ્હી પોલીસ સમક્ષ નોંધાવ્યા છે. તેમાંથી બે મહિલા કુશ્તીબાજાેએ ટૂર્નામેન્ટ, વાર્મ-અપ ત્યાં સુધી કે, ઉહ્લૈંના કાર્યાલયમાં ખરાબ રીતે શરીરને ટચ કરવાનો આરોપ લગાવ્યો છે. નવી દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ૨૧ એપ્રિલે નોંધાયેલી બે અલગ અલગ ફરિયાદમાં લગભગ આઠ આવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. અંગ્રેજી અખબર દ ઈંડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, બંને ફરિયાદમાં પોલીસે જણાવ્યું કે, કેવી રીતે બૃજભૂષણ શરણ સિંહ તેમના શ્વાસ લેવાની પેટર્ન ચેક કરવાના બહાને કથિત રીતે ખોટી જગ્યાએ પર ટચ કરતો હતો. પોતાની ફરિયાદમાં એક મહિલા રેસલરે બૃજભૂષણ સિંહ વિરુદ્ધ કથિત રીતે યૌન ઉત્પીડનની કમસે કમ પાંચ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. મહિલા પહેલવાનોએ જણાવ્યું કે, ૨૦૧૬માં એક ટૂર્નામેન્ટ દરમિયાન એક રેસ્ટોરન્ટમાં બૃજભૂષણ શરણ સિંહે કથિત રીતે તેના સ્તન અને પેટને ટચ કર્યા બાદ તેને ટેબલ પર શામેલ થવા માટે કહ્યું. આ કથિત ઘટના બાદ મહિલા પહેલવાનોનું ખાવાનું મન નહોતું રહ્યું. તે પરેશાન થઈ ગઈ હતી. તેણે આરોપ લગાવ્યો છે કે, આવી રીતે ઘટના ૨૦૧૯માં પણ થઈ. આ દરમ્યાન પણ તેને સ્તન અને પેટને ટચ કર્યું હતું. મહિલા પહેલવાને પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, બૃજભૂષણ સિંહે દિલ્હીમાં ૨૧, અશોક રોડ સ્થિત પોતાની સરકારી બંગલામાં આવેલી ઉહ્લૈંની ઓફિસમાં બે દિવસ સુધી સતત ખોટી જગ્યાએ ટચ કરતો રહ્યો. મહિલા કુશ્તીબાજાેએ આરોપ લગાવ્યો છે કે, મરજી વિરુદ્ધ તે જાંઘ અને ખભ્ભામાં ટચ કરતો. ત્યાર બાદ તેના સ્તનને ટચ કર્યા અને પોતાના હાથ પેટ પર રાખતો. મહિલા પહેલવાનોએ આરોપ લગાવ્યો છે કે, તેણે કહ્યું કે, આવું કરીને તે શ્વાસ લેવાની પેટર્ન તપાસ કરવા માગે છે. બીજી મહિલાએ પણ પોતાના ફરિયાદમાં આ પ્રકારના આરોપ લગાવ્યા છે. આપને જણાવી દઈએ કે, દેશના મોટા મોટા પહેલવાન જેવા કે ઓલંપિક પદક વિજેતા બજરંગ પૂનિયા અને સાક્ષી મલિક અને બે વખતના વૈશ્વિક ચેમ્પિયન પદક વિજેતા વિનેશ ફોગાટ બૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માગને લઈને ૨૩ એપ્રિલથી જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા છે. સગીર પહેલવાન દ્વારા યૌન ઉત્પીડનની ફરિયાદ ૨૧ એપ્રિલે નોંધાઈ છે, પણ પોલીસે જ્યારે ફરિયાદ ન લીધી તો, પહેલવાનો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા અને આખરે પોલીસને બે ફરિયાદ નોંધવી પડી હતી.


