Delhi

પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’માં દિવગંત લતા મંગેશકરને કેમ યાદ કર્યા? જાણો તેનું કારણ…

નવીદિલ્હી
સ્વરા કોકિલા લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી. ભારત રત્ન લતા મંગેશકર પોતાના સુરીલા અવાજથી દરેક ગીતોમાં પ્રાણ પૂરી દેતા હતા. તેમને ગાયેલા ગીતો અમર થઈ ગયા છે. લતા મંગેશકર ભલે અત્યારે આ દુનિયામાં નથી, પરંતુ તેમની યાદો હંમેશા દરેકના હૃદયમાં જીવંત રહેશે. તેનો હંમેશા ઉલ્લેખ કરવામાં આવશે. છ દાયકા સુધી લતા મંગેશકરે સંગીતની દુનિયામાં પોતાના સુરીલા અવાજથી પોતાનો પરચમ લહેરાવ્યો છે. લતા મંગેશકરના નિધનથી સમગ્ર બોલિવૂડ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. ઁસ્ મોદીએ પણ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. હાલમાં ઁસ્ નરેન્દ્ર મોદી મન કી બાતમાં વાત દરમિયાન ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. પરંતુ તેમની વાતચીત દરમિયાન તેમણે ફરી એકવાર લતા મંગેશકરને યાદ કર્યા. તેમણે કહ્યું કે, લતા દીદીને મિસ કરવી સ્વાભાવિક છે. હકીકતમાં, મન કી બાત દરમિયાન ઁસ્ મોદી ત્રણ સ્પર્ધાઓ વિશે જણાવી રહ્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું કે, લતા મંગેશકરે પણ તેમને દેશભક્તિ સ્પર્ધામાં લોકોને સામેલ કરવા કહ્યું હતું. સમગ્ર મામલાની વાત કરતા ઁસ્એ કહ્યું કે, એકતા દિવસના અવસર પર તેમણે ત્રણ સ્પર્ધાઓ વિશે વાત કરી હતી. જેમાં દેશભક્તિ, લોરી અને રંગોળીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઁસ્ મોદીએ કહ્યું, કેે, મિત્રો, આજે આ અવસર પર મારા માટે લતા મંગેશકર જી, લતા દીદીની યાદ આવે તે ખૂબ જ સ્વાભાવિક છે. કારણ કે તે દિવસે જ્યારે આ સ્પર્ધા શરૂ થઈ ત્યારે લતા દીદીએ ટ્‌વીટ કરીને દેશવાસીઓને વિનંતી કરી હતી કે તેઓએ આ સ્પર્ધામાં જાેડાવું કહ્યું હતુ.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *