નવીદિલ્હી
આઈપીએલની આ વર્ષની સિઝન હવે રફતાર પકડી રહી છે, ફેન્સ પોતાની ટીમને વધારે ઉત્સાહ સાથે સપોર્ટ કરી રહ્યા છે. આવામાં મેદાન પર બનતી ઘટનાઓની સતત ચર્ચાઓ થઈ રહી છે, આ ચર્ચાઓ વચ્ચે એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં શિખર ધવન અને દિનેશ કાર્તિક દેખાઈ રહ્યા છે. શિખર ધવન પોતાના રમૂજી મૂડ માટે જાણીતો છે, આ વીડિયોમાં પણ તે દિનેશ કાર્તિક સાથે રમૂજ કરતો નજરે પડી રહ્યો છે. આઈપીએલની ૨૦૨૧ની સિઝનની આ ઘટના છે કે જે દરમિયાન દેલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ યોજાઈ રહી હતી. આ મેચમાં દિલ્હીની ટીમ કોલકાતાએ આપેલા લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરી હતી. જેમા મેચ દરમિયાન શિખર ધવન શોર્ટ મારવા જતા બેટ અને બોલનો સંપર્ક થતો નથી. આ બોલ વિકેટકીપર દિનેશ કાર્તિકના ગ્લવ્સમાં પહોંચતા તે સ્ટમ્પિંગ કરી દે છે, આ દરમિયન તે અમ્પાયરની સામે અપીલ કરવાના બદલે શિખર ધવન સામે જ અપીલ કરી દે છે. આ દરમિયાન ડિકે જાણે ગુસ્સામાં હોય તે રીતે શિખર ધવનની સામે જાેઈને અપીલ કરતો દેખાય છે. ડીકેનો આ મજાકનો મૂડ ભાંખી જઈને ગબ્બર પણ સામે મજાકવાળું રિએક્શન આપે છે અને એક ઝાટકે ઘૂટણિયે પડીને બેટ હાથમાંથી છોડી દે છે. આ પછી બન્ને ખેલાડીઓ હસી પડે છે. આ ઘટના જૂની છે પરંતુ આજે પણ તે જાેઈને ફેન્સ રાજી થઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૧ની સિઝનમાં દિનેશ કાર્તિક કોલકાતા તરફથી રમતો હતો જ્યારે શિખર ધવન દિલ્હી તરફથી રમતો હતો, પરંતુ હવે બન્ને ખેલાડીઓની ટીમ બદલાઈ ગઈ છે. ડીકે હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી જ્યારે ગબ્બર પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો છે.


