Delhi

ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ રિલીઝ થઈ ત્યારથી જ ફિક્કી પડી ગઈ

નવીદિલ્હી
દર્શકો ઘણા સમયથી સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની રાહ જાેઈ રહ્યા હતા, પરંતુ જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારે ભાઈજાનનો જાદુ બોક્સ ઑફિસ પર ટકી શક્યો ન હતો. જાેકે, ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન ૨’ એ બોક્સ ઓફિસ પર બાકીનું કામ પૂર્ણ કર્યું. તમને જણાવી દઈએ કે, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ છેલ્લા ૯ દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડનો આંકડો પણ પાર કરી શકી નથી, જ્યારે આ દરમિયાન ઐશ્વર્યાની ફિલ્મ ‘પોન્નીયિન સેલ્વન ૨’ રિલીઝ થઈ હતી, જેના કારણે સલમાનની ફિલ્મની કમાણી પર સીધી અસર બોક્સ ઓફિસ પર જાેવા મળી હતી. એક તરફ, જ્યાં ઐશ્વર્યાની ફિલ્મ ‘પોન્નીયિન સેલ્વન ૨’ તેની રિલીઝ સાથે બોક્સ ઓફિસ પર સફળ થઈ, તો બીજી તરફ તેની સીધી અસર સલમાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની કમાણી પર પડી. અગાઉ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે, સલમાન ખાન, પૂજા હેગડે, ભૂમિકા ચાવલા, શહેનાઝ ગિલ, પલક તિવારી, વેંકટેશ, જસ્સી ગિલ અભિનીત ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ તેના પહેલા વીકએન્ડમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી જશે પરંતુ એવું થઈ શક્યું નહીં..આનાથી સ્પષ્ટ જાણી શકાય છે કે, ઐશ્વર્યા રાયે બોક્સ ઓફિસ પર સલમાનના પત્તાને સંપૂર્ણપણે સાફ કરી દીધું છે, કારણ કે, એક તરફ જ્યાં આ શુક્રવાર-શનિવારે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની કમાણી ઘટી છે, ત્યાં ઐશ્વર્યાની ફિલ્મ આ કમાણી કરવામાં સફળ રહી છે. બે દિવસમાં લગભગ ૫૦ કરોડનો આંકડો પાર કરી ગયો. હા, જાે આ દરમિયાન ઐશ્વર્યાની ફિલ્મ રિલીઝ ન થઈ હોત તો સલમાનની ફિલ્મ તેના પહેલા વીકેન્ડમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી ગઈ હોત તે નિશ્ચિત હતું. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, બીજા શુક્રવાર (૮મા દિવસે) અને શનિવારે (૯મા દિવસે) ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની કમાણી ઘણી ઓછી રહી છે. રિપોર્ટ્‌સનું માનીએ તો ફિલ્મે શુક્રવારે બોક્સ ઓફિસ પર ૨.૨૫ કરોડ રૂપિયા અને શનિવારે ૩ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *