Delhi

ફ્લાઇટમાં મહિલા સામે ગંદી હરકત કરવા લાગ્યો આ ફેમસ રેપર ડેસિગ્નર , કારણ ચોંકાવનારુ

નવીદિલ્હી
હોલિવૂડના ફેમસ રેપર ડેસિગ્નર વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તાજેતરમાં જ રેપર ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યો હતો. એટલા માટે તેણે અચાનક બધા મુસાફરોની વચ્ચે પોતાનું પેન્ટ ઉતાર્યું અને ગંદી હરકતો કરવા લાગ્યો. રેપરે આ હરકત મહિલા ફ્લાઇટ એટેન્ડન્ટની સામે કરી હતી. આ પછી તેને તરત જ પકડી લેવામાં આવ્યો. આવી ગંદી હરકત કર્યા બાદ હવે રેપરે વિચિત્ર ખુલાસો કર્યો છે. રેપરે શું કહ્યું?.. તે જાણો.. રેપરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી શેર કરીને માફી માંગી છે. જાે કે, પછીની જ ક્ષણે ડેસિગ્નરે કંઈક એવું કહ્યું કે જેને સાંભળીને ફેન્સ ચકરાવે ચડી ગયા. રેપરે તેની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું, ‘હું મારી હરકતોથી શરમ અનુભવું છું. કદાચ હવે હું કોઈની સાથે નજર નહીં મિલાવી શકું. છેલ્લા કેટલાક મહિનાઓથી મારી તબિયત સારી નથી. જ્યારે મેં વિદેશમાં કોન્સર્ટ માટે પરફોર્મ કર્યું ત્યારે મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. મને દવાઓ આપવામાં આવી અને પછી હું ફ્લાઈટ દ્વારા ઘરે પાછો આવી રહ્યો હતો. વધુ સ્પષ્ટતા કરતાં રેપરે કહ્યું, ‘મેં કેટલાંય અઠવાડિયાંથી સંભોગ કર્યું ન હતું, તેથી જ આ બધું થયું. હવે હું મારી જાતને ફેસિલિટી સેન્ટરમાં દાખલ કરું છું અને આગળની સૂચના ન મળે ત્યાં સુધી તમામ શો કેન્સલ કરું છું. કૃપા કરીને મારા માટે પ્રાર્થના કરો.’ મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર મામલો ગત ૧૭ એપ્રિલનો છે. ફેમસ રેપરે કથિત રીતે ઇન્ટરનેશનલ ફ્લાઇટની અંદર ઘણી વખત આવી ગંદા હરકતો કરી છે, જેના કારણે તેની સામે ફરિયાદ દાખલ કરવી પડી. નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે ડેસિન્ગર ટોક્યોથી મિનેપોલિસ જઈ રહ્યો હતો. આ દરમિયાન તે પોતાની જાતને એક્સપોઝ કરતો જાેવા મળ્યો હતો. અહીં, એફબીઆઈને આપવામાં આવેલી સ્પષ્ટતામાં રેપરે કહ્યું કે તેણે ફ્લાઈટ એટેન્ડન્ટને તેનો પ્રાઈવેટ પાર્ટ બતાવ્યો હતો, જેના માટે તે હવે શરમ અનુભવે છે. રેપર કહે છે કે તે કોઈને પોતાનો ચહેરો બતાવવા માટે લાયક રહ્યો નથી.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *