નવીદિલ્હી
લાગે છે કે, હવે ફ્લાઈટ્સમાં સિક્યોરિટી ગાર્ડસ અથવા બાઉંસર્સની તૈનાતી કરવી પડશે. આવું એટલા માટે કહી શકાય કેમ કે, હાલમાં એરપોર્ટ પર અથવા તો ફ્લાઈટમાં હોબાળો મચાવવાની ઘટનાઓ ખૂબ વધવા લાગી છે. ક્લાસી ક્રાઉડનો બિલ્લો લગાવીને ફ્લાઈટમાં મુસાફરી કરતા લોકો એ ભૂલી જાય છે કે, તેમને પણ ભાનમાં રહેવું જાેઈએ. હાલમાં જ એક આવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક રશિયન મહિલા ફ્લાઈટમાં પોતાના કપડા ઉતારીને ફરવા લાગી હતી. રશિયન મહિલા કપડા ઉતારીને ફ્લાઈટમાં ફરવા લાગી અને સિગરેટ પીવાની સાથે કોકપિટમાં જવાની જિદ કરવા લાગી હતી. જે બાદ સમજાવવા પર તે ન માની અને શરુ થયો હોબાળો. મહિલાને કાબૂ કરવા માટે તેના ક્રૂ મેમ્બર્સે તારથી બાંધી દીધી, પણ મામલો શાંત થયો નહીં. આ ઘટના સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. ફ્લાઈટમાં અભદ્રતા અને હોબાળો કરનારી મહિલાનું નામ અંઝેલિકા મોસ્કવિટિના હોવાનું કહેવાય છે. જેણે સિગરેટ પીવાની જિદ પર પોતાની વાત મનાવવા માટે કપડા ઉતારી નાખ્યા અને ટોપલેસ થઈને પ્લેનમાં ફરવા લાગી હતી. અચાનક આવું થતુ જાેઈને ફ્લાઈટમાં અફરાતફરી મચી ગઈ. ક્રૂ મેમ્બર્સે મહિલાને સમજાવવા અને કાબૂ કરવાની ખૂબ કોશિશ કરી, પણ તે માની નહીં અને ગેરવર્તન કરવા લાગી. બન્યુ એવું છે કે, અંઝેલિકા પ્લેનના ટોયલેટમાં ઘઈ અને ત્યાં તેણે સિગારેટ પીવાનું શરુ કર્યું. આ દરમિયાન ટર્બોલેસની હાલત બની ગઈ. એટલે કે, પ્લેનમાં ધ્રુજારી આવી ગઈ અને મુસાફરોને ગભરાહટ શરુ થઈ. મહિલાનું વલણ જાેઈને એક ક્રૂ મેમ્બરે તેને ધાબળાથી ઢાંકવાની કોશિશ કરી, પણ તે માની નહીં. ઘટના સ્ટાવરોપોલથી રશિયાની રાજધાની મોસ્કો જતી ફ્લાઈટમાં થઈ હતી. જ્યાં રશિયન મહિલાએ સિગરેટ પીવા અને કોકપિટમાં બળજબરી ઘુસવાની કોશિશ કરી હતી અને ના પાડતા તેણે ટોપલેસ થઈને હોબાળો મચાવ્યો હતો. તેને સમજાવી, ધમકાવી કે , ફ્લાઈટમાં બેઠેલા બાળકોનું વિચારવા માટે કહેવામાં આવ્યું. મહિલાએ કહ્યું કે, ભલે તેને હોસ્પિટલમાં જવું પડે, જેલમાં જવું પડે, કે પાગલખાનામાં મોકલે દે, પણ તે પોતાની જીદ નહીં છોડે આખરે પાયલટના કહેવા પર તેને તારથી બાંધી દેવામાં આવી, પણ બાદમાં તેને ખોલીને બહાર નીકાળવામાં આવી હતી. રશિયન ન્યૂઝ સાઈટ માસે આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. સાથે જ દ ઈંડિપેંડેંટ ટ્રાવેલે પણ આ ઘટનાનો ઉલ્લેખ પોતાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરતા તસ્વીર શેર કરી છે. એરલાઈન્સ કંપની એરફ્લોટના પ્રવકતાએ પણ આ ઘટના પર ધ્યાન આપ્યું છે. સાથે જ જણાવ્યું છે કે, હોબાળો મચાવનારી આ મહિલાને મોસ્કો એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ધરપકડ કરી લેવામાં આવી છે.


