નવીદિલ્હી
બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં બાઈક અને ગાડી વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી છે. ભાટિબ અને ડુંગડોલ ગામ વચ્ચે ગાડીએ બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ગાડીચાલક ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે મોડીરાત્રે લોકોના ટોળા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
