નવીદિલ્હી
૨૦૨૨ની સૌથી મોટી હિટ ફિલ્મોમાંથી એક એવી રણબીર કપૂર અને અલિયા ભટ્ટ સ્ટારર બ્રહ્માસ્ત્ર પાર્ટ વનઃ શિવની જંગી સફળતા પછી, ચાહકો ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. હવે તેઓની ઉત્સુકતાનો અંત લાવતા અયાન મુખર્જીએ આખરે તેના મેગ્નમ ઓપસ સમાન પ્રોજેકટના બીજા અને ત્રીજા ભાગ માટે રીલીઝ ડેટ જાહેર કરી છે.અયાન મુખર્જીએ મંગળવારે તેઑના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સરસ મજાની પોસ્ટ અને લેટર લખીને ફેન્સને આ વાત જણાવી છે. આયાન મુખર્જીએ કરી જાહેરાત..!! ઉલ્લેખનીય છે કે જાણીતા ડાયરેક્ટર અયાન મુખર્જીએ મંગળવારે તેઑના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નિવેદન બહાર પાડ્યું હતુ અને બ્રહ્માસ્ત્રના બીજા ભાગ ભાગ, દેવ અને બ્રહ્માસ્ત્રના ત્રીજા ભાગની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. ક્યારે રીલીઝ થશે બીજાે ભાગ?…. આયાન મુખર્જીએ જાહેરાત કરી હતી કે તેની ફિલ્મનો બીજાે ભાગ ડિસેમ્બર ૨૦૨૬માં રિલીઝ થશે, જ્યારે ત્રીજાે અને અંતિમ ભાગ એક વર્ષ પછી એટલે કે ૨૦૨૭માં થિયેટર્સમાં આવશે, એવી જાહેરાત કરવામાં આવી છે. ચાહકોએ પહેલા ભાગના અંતે તેને હિટ કરી દેતા ફિલ્મના ફહ્લઠ અને કોન્સેપ્ટને ખૂબ વખાણ્યા હતા. કપલ આયાન અને આલિયાને પણ એક સાથે સ્ક્રીન પર જાેવાની લોકોને મજા આવી ગઈ હતી. અયાન મુખર્જીએ પોતાની પોસ્ટમાં ખાતરી આપી હતી કે બ્રહ્માસ્ત્ર ૨ અને ૩ એ બંને ફિલ્મો પહેલા ભાગ કરતાં પણ ‘મોટી’ હશે અને ઉમેર્યું હતુ કે તે બંને ફિલ્મો એકસાથે બનાવશે. ત્યાર પછી બંને એક વર્ષના અંતરાલમાં રીલીઝ થશે. આયાને કહ્યું હતું કે “ભાગ એક પર લોકોના તમામ પ્રેમ અને ફિડબેકને સ્વીકાર્ય પછી, મેં ભાગ બે અને ભાગ ત્રણ બનાવવા માટે વિઝન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તેણે કહ્યું હતું કે હું જાણું છું કે આ કામ ભાગ એક કરતાં વધુ મોટું અને વધુ મહત્વાકાંક્ષી હશે!” ઉલ્લેખનીય છે કે બ્રહ્માસ્ત્રના પહેલા ભાગને લોકોએ વખાણી હતી અને કમાણીની દ્રષ્ટિએ પણ ખૂબ સારો આવકાર મળ્યો હતો. અગાઉ તેનો ઘણો વિરોધ અને બોયકોટ પણ કરવામાં આવ્યો હતો પણ તેમ છતાં ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ થઈ હતી. ત્યાર બાદ હવે બીજી અને ત્રીજી ફિલ્મમાં પણ દર્શકોને કેટલાક સરપ્રાઈઝની અપેક્ષા છે.


