Delhi

બીબીસીની ઓફિસમાં સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગની કામગીરી યથાવત

નવીદિલ્હી
બીબીસીના ટુંકા નામે ઓળખાતા બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની દિલ્લી અને મુંબઈ ઓફિસમાં આવકવેરા વિભાગની સર્વે કામગીરી આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત રહેવા પામી છે. આ દરમિયાન બીબીસીની દિલ્હી ઓફિસમાં ૧૦ વરિષ્ઠ કર્મચારીઓને ‘ઓફિસમાં નજરકેદ’ રાખવામાં આવ્યા હોય તેવી સ્થિતિમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આઇટી સર્વેને કારણે આ કર્મચારીઓને ઓફિસની બહાર આવવા દેવામાં આવ્યા નથી. આવકવેરા અધિકારીઓએ કેટલાક કર્મચારીઓના નાણાકીય ડેટા એકત્રિત કર્યા છે અને સમાચાર સંસ્થાના ઇલેક્ટ્રોનિક અને પેપર ડેટાની જરૂરી નકલ પ્રાપ્ત કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આવકવેરા વિભાગે કથિત ટેક્સ તપાસના ભાગરૂપે મંગળવારે સવારે લગભગ ૧૧.૩૦ વાગ્યે દિલ્લી અને મુંબઈમાં મ્મ્ઝ્રની ઓફિસોમાં સર્વેની કામગીરી શરૂ કરી હતી અને સર્વેની કામગીરી શરૂ થયાને ૪૮ કલાકથી વધુ સમય થઈ ગયો છે. આ પ્રક્રિયા હજુ થોડો સમય ચાલુ રહેશે. ઓપરેશન ક્યારે પૂર્ણ થશે, તે સ્થળ પર હાજર ટીમો પર ર્નિભર છે તેમ જણાવાઈ રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે આ સર્વે આંતરરાષ્ટ્રીય કરવેરા અને બીબીસીની સહાયક કંપનીઓના ટ્રાન્સફર પ્રાઈસિંગ સંબંધિત મુદ્દાઓની તપાસ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે સર્વેની ટીમ નાણાકીય વ્યવહારો, કંપનીનું માળખું અને સમાચાર કંપની વિશેની અન્ય વિગતો પર જવાબ માંગવા સાથે પુરાવા એકત્રિત કરવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી ડેટાની નકલ બનાવી રહી છે. વિરોધ પક્ષોએ બીબીસી સામે આવકવેરા વિભાગની કાર્યવાહીને રાજકીય બદલો ગણાવીને વખોડી કાઢી છે. બીબીસીએ બે ભાગની ડોક્યુમેન્ટ્રી ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન પ્રસારિત કર્યાના થોડાક સમય બાદ, આઈટી સર્વેની આશ્ચર્યજનક કામગીરી સામે આવી છે. આ સર્વેને લઈને ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે રાજકીય આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે. વિપક્ષ દ્વારા આ કાર્યવાહીના સમયગાળા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. જ્યારે ભાજપે મ્મ્ઝ્ર ઉપર ભારત વિરુદ્ધ એક તરફી અને દ્વેષપૂર્ણ રિપોર્ટિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કાર્યવાહી અંગે આવકવેરા વિભાગ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. દરમિયાન, બીબીસીએ કહ્યું કે તે આવકવેરા સત્તાવાળાઓ સાથે સંપૂર્ણ સહયોગ કરી રહ્યું છે. દિલ્લીમાં બીબીસીના એક કર્મચારીએ જણાવ્યું કે, ઓફિસમાં આઈટી સર્વેની કામગીરી છતા તેઓ હંમેશની જેમ, નિયમિત રીતે સમાચાર પ્રસારિત કરી રહ્યા છે. આવકવેરા વિભાગ કંપનીના માત્ર વ્યવસાયિક સ્થળની તપાસ કરે છે. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીને ધ્યાનમાં રાખીને ભારતમાં બીબીસી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની વિનંતી કરતી અરજીને ફગાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર ડોક્યુમેન્ટ્રીની ઍક્સેસને અવરોધિત કરવાના સરકારના ર્નિણયને પડકારતી અરજીઓની બીજી બેચની સુનાવણી આગામી એપ્રિલમાં હાથ ધરાશે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *