Delhi

બીસીસીઆઇનો મહત્ત્વનો ર્નિણય,લાઇવ મેચ જાેવા માંગતી મહિલાઓને મફત ટિકિટ

નવીદિલ્હી
મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે અને ટૂર્નામેન્ટ શરૂ થવામાં હવે માત્ર બે દિવસ બાકી છે. પાંચ ટીમો વચ્ચે રમાનાર પ્રથમ સિઝનને યાદગાર બનાવવા માટે બીસીસીઆઇ એ તમામ પ્રકારના પ્રયાસ કર્યા છે. દિગ્ગજ ખેલાડીઓથી સજેલી આ લીગને લઇ ફેન્સમાં પણ જાેરદાર ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ક્રિકેટ ફેન્સ આ લીગની આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે. આ દરમિયાન મેચને સ્ટેડિયમમાં જઇ લાઇવ જાેવા માટે પણ ક્રિકેટ રસિયાઓમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ખબરો અનુસાર, મ્ર્ર્ા સ્અ જીર્રુ ને આધિકારિક પાર્ટનર બનાવવામાં આવ્યું છે. ટિકિટોને લઇ આ કંપનીને સાથે જાેડવામાં આવી છે. આવામાં એપ્લિકેશન અને વેબસાઇટ પર ટિકિટો ખરીદી શકાશે. જે ક્રિકેટ ફેન્સ સ્ટેડિયમમાં જઇ મેચ જાેવા માંગે છે તેઓ બુકમાય શોની એપ્લીકેશન અથવા વેબસાઇટ પર જઇ લોગઇન કરી ટિકિટ ખરીદી શકે છે. હાલમાં મહિલા પ્રીમિયર લીગની ઑફલાઇન ટિકિટ વિશે કોઈ માહિતી બહાર આવી નથી, પરંતુ ઑનલાઇન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. ૪ માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્‌સ વચ્ચેની પ્રથમ મેચ માટે ટિકિટનું વેચાણ થઈ ગયું છે. કોઇ પણ વ્યક્તિ ઓનલાઈન પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. અન્ય મેચોની ટિકિટ પણ આ જ રીતે વેચવામાં આવશે. જાેવાનું રહેશે કે ઑફલાઇન ટિકિટ માટે શું વ્યવસ્થા હશે. મ્ઝ્રઝ્રૈંએ ટૂર્નામેન્ટ માટે મોટો અને મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. મહિલા પ્રેક્ષકો માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. સ્ટેડિયમમાં જવા માટે મહિલાઓની ટિકિટ માટે કોઈ પૈસા લેવામાં આવશે નહીં. જાેકે પુરૂષ પ્રેક્ષકો માટે ટિકિટની કિંમત નક્કી કરવામાં આવી છે. ૧૦૦ અને ૪૦૦ રૂપિયામાં ટિકિટ ખરીદી શકાય છે. આ રકમ કોઈપણ વય જૂથની મહિલાઓને ચૂકવવાપાત્ર રહેશે નહીં. બોર્ડ દ્વારા તેને સારો ર્નિણય માનવામાં આવે છે. આ ટુર્નામેન્ટ ૪ માર્ચથી ૨૬ માર્ચ સુધી ચાલશે અને તેમાં કુલ ૨૨ મેચો રમાશે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *