Delhi

બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાનનો એક વીડિયો થઇ રહ્યો છે વાયરલ’

નવીદિલ્હી
બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ, એક્ટરની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ (દ્ભૈજૈ દ્ભટ્ઠ મ્રટ્ઠૈ દ્ભૈજૈ દ્ભૈ ત્નટ્ઠટ્ઠહ) રિલીઝ થઈ છે, જેને દર્શકોનો ઠીકઠાક રિસ્પોન્સ મળી રહ્યો છે. આ દરમિયાન, એક્ટર એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન પોતાના લગ્ન વિશે વાત કરતા જાેવા મળી રહ્યો છે. શું છે સમગ્ર મામલો?.. તે જાણો.. ખરેખર, સલમાન ખાન હાલમાં જ રજત શર્માના શો ‘આપ કી અદાલત’નો ભાગ બનવા માટે પહોંચ્યો હતો. અહીં એક્ટરે ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. આ સાથે તેણે પોતાના લગ્ન વિશે પણ ખુલીને વાત કરી હતી. શો દરમિયાન રજત શર્માએ સલમાન ખાનને પૂછ્યું કે તમે ક્યારે લગ્ન કરશો? તેના જવાબમાં દબંગ ખાને કહ્યું, ‘જ્યારે ઉપરવાળો ઇચ્છશે, સર. લગ્નમાં બે વ્યક્તિની જરૂર હોય છે. પહેલા હું હા કહેતો ત્યારે બીજી વ્યક્તિ ના કહી દેતી. જ્યારે બીજી વ્યક્તિ હા કહેતી ત્યારે હું ના કહેતો. હવે તે બંને તરફથી ના આવી રહી છે. જ્યારે બંને તરફથી હા આવશે ત્યારે થઇ જશે સાહેબ પણ આમાં હજુ સમય છે. હું ઇચ્છું છું કે આ માટે ફર્સ્ટ અને લાસ્ટ હોય, એટલે કે પત્ની હોવી જાેઈએ. રજત શર્મા ફરી પૂછે છે, ‘તમારો લગ્ન કરવાનો કોઈ ઈરાદો છે કે નહીં?’ આના જવાબમાં સલમાન ખાન કહે છે, ‘સર, મારા પર ખૂબ પ્રેશર આવ્યું છે… આજકાલ મારા માતા-પિતા પણ મને આ રીતે જુએ છે, થોડું પ્રેશર આવી રહ્યું છે, પરંતુ જ્યારે તે થશે ત્યારે થશે. હવે અહીં જ લોકો લગ્ન કરીને કેટલાં ખુશ છે. આટલી ખુશી મને નથી જાેઇતી. જણાવી દઇએ કે, સલમાન ખાનનું નામ અત્યાર સુધી ઘણી એક્ટ્રેસીસ સાથે જાેડવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર દબંગ ખાનના ઘણા અફેર હતા. એક્ટ્રેસ સંગીતા બિજલાની સાથે એક્ટરના લગ્નના કાર્ડ પણ છપાયા હતા. જાે કે તે પછી પણ તેમનો સંબંધ અધૂરો રહ્યો. આવી સ્થિતિમાં, ફેન્સ લાંબા સમયથી તેમના ફેવરિટ સ્ટારના માથા પર સહેરો સજેલો જાેવા માંગે છે.

Page-18-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *