નવીદિલ્હી
ત્રિપુરા મેધાલય અને નાગાલેન્ડમાં ચુંટણીની તારીખોની જાહેરાત કરવાની સાથે જ ત્યાંની રાજનીતિક જમીન ગરમ થઇ ગઇ છે.આ ત્રણેય રાજયોમાં જયાં ત્રિપુરામાં ૧૬ ફેબ્રુઆરીએ ચુંટણી થનાર છે જયારે મેધાલય અને નાગાલેન્ડમાં ૨૭ ફેબ્રુઆરીએ ચુંટણી થનાર છે.ત્રણેય રાજયોમાં એક સાથે બે માર્ચ મતગણતરી થશે જયારે જાે ત્રિપુરાની વાત કરીએ તો ત્યાં ગત ચુંટણીમાં ભાજપને એતિહાસિક જીત હાંસલ કરી હતી પરંતુ શું આ વખતે પણ ભાજપ આવું જ પ્રદર્શન કરશે તે તો સમય જ બતાવશે. ત્રિપુરાની ૬૦ વિધાનસભાનો કાાર્યકાળ ૧૫ માર્ચે સમાપ્ત થઇ જશે ત્રિપુરાની સત્તા પર કાબેલ ભાજપ શું બીજીવાર સારૂ પ્રદર્શન દોહરાવશે કે નહીં વર્ષ ૨૦૧૮માં ત્રિપુરાની ૬૦ બેઠકોમાંથી ૫૯ બેઠકો પર થઇ હતી ચારીલામ બેઠકથી સીપીએમ ઉમેદવારનું નિધનના કારણે આ બેઠક પર ચુંટણી થઇ શકી ન હતી આ ચુંટણીમાં ભાજપે ૩૫ બેઠકો પર જીત હાંસલ કરી હતી જયારે સીપીએમ ફકત ૧૬ બેઠકો પર જ સમેટાઇ ગઇ ભાજપના સાથી આઇપીએફટીએ ૮ બેઠકો પર જીત હાંસલ કરી હતી. ત્રિપુરા જેવા રાજયમાં જયાં કયારેય ભાજપની એક પણ બેઠક ન હતી ત્યાં તેણે લાંબા સમયથી સત્તા પર કાબેલ સીપીએમને ઉખાડી ફેંકી પરંતુ આ વખતે સમીકરણ કંઇક અલગ જ બની રહી છે મુખ્ય વિરોધ પક્ષ સીપીએમ ભાજપના વિજયને રોકવા માટે આ વખતે કોંગ્રેસની સાથે ગઠબંધન કરી મેદાનમાં ઉતરી છે.જાે કે વિરોધ પક્ષ એકતાને મમતા બેનર્જીની ટીએમસીના એકલા હાથે ચુંટણી લડવાના નિર્ણયથી નુકસાન જરૂર પહોંચશે પરંતુ આ કેટલું યોગ્ય સાબિત થશે તે ચુંટણીના પરિણામ બતાવશે રાજય વિધાનસભામાં વર્તમાનમાં સભ્યોની સંખ્યા ૫૩ છે જયારે સાત બેઠકો ખાલી છે જેમાં ભાજપ ૩૩.આઇપીએફટીના ચાર,મારક્કસવાદીના ૧૫ અને કોંગ્રેસો એક સભ્ય સામેલ છે. ૨૦૧૪માં કેન્દ્રની સત્તા પર કાબેલ થયા બાદ ભાજપે ભારતીય રાજનીતિમાં અનેક નવી શોધ કરી ભાજપે રાજનીતિમાં રાજીનામા આપવાની પરંપરાને બિલકુલ ખત્મ કરી દીધુ પછી ભલે કેન્દ્ર હોય કે રાજય ગત આઠ વર્ષોમાં ભાજપ જયાં પણ સત્તા પર કાબેલ રહી ત્યાં ઓછામાં ઓછી રાજનીતિક રાજીનામા જાેવા મળ્યા આવામાં ચુંટણીની બરોબર દોઢ વર્ષ પૂર્વ ત્રિપુરામાં વિપ્લવ દેવને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી કોંગ્રેસથી ભાજપમાં સામેલ થયેલ માણિક સાહાને મુખ્યમંત્રી બનાવાયા હવે જાેવાનું રસપ્રદ બની રહેશે કે શું આ નિર્ણય આવનારા ચુંટણીના પરિણામ પર અસર પાડશે
