નવીદિલ્હી
ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક દિલ્હીમાં ૧૬-૧૭ જાન્યુઆરીના રોજ મળશે આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાના કાર્યકાળ વધારવાને લઇને ર્નિણય કરવામાં આવશે. આ સાથે આગામી વર્ષે આવનાર મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક સહિતના રાજ્યોની ચૂટણીની તૈયારીને લઇને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહિત દેશભરમાથી ભાજપના નેતાઓ પદાધિકારીઓ ખાસ ઉસ્થિત રહેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનો કાર્યકાળ આ મહિનામાં પૂર્મ થવા જઇ રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે આ બાબતને ધ્યાનમાં રાખીને તેમના કાર્યકાળને વધુ ત્રણ વર્ષે માટે લંબાવામાં આવી શકે છે. આ સાથે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે તેને પણ ધ્યાનમં રાખવામાં આવશે. આ બેઠકમાં લોકસભાની ચૂટણીમાં વિરોધ પક્ષઓની ભૂમિકા તેમજ કોગ્રેસ દ્વારા કાઢામાં આવેલી ભારત જાેડો યાત્રાને મળી રહેલા વ્યાપક જન સમર્થન પર પણ ચર્ચા કરવામં આવશે. આ મુદ્દે ભાજપ દ્વારા આકરી પ્રતિક્રીયા પણ આ બેઠકમાં આપવામાં આવી શકે છે. ભારત જાેડો યાત્રામાં રાહુલ ગાંધી દ્વારા સતત એવો આરોપ લગાવામા આવી રહ્યો છે કે, ભાજપ નફરત અને તોડવાી રાજનીતી કરી છે. આ સદર્ભમાં એક ઠરાવ પણ પસાર કરવામાં આવી શકે છે. ભાજપના વરિષ્ઠ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં જી૨૦ ની અધ્યક્ષતા ભારત કરી રહ્યુ છે. સરકાર દ્વારા આયોજીત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો પર પણ ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી શકે છે. ભાજપ આ મામલે પ્રધાનમંત્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરશે અને આ કવાયતમાં કાર્યકર્તાઓને સામેલ કરવા માટે પ્લાન બનવામાં આવશે. આગામી વર્ષે ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણી યોજાશે તેને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક ચૂંટણીઓને મૂલતવી રાખવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તેને લઇને ર્નિણય લેવામાં આવશે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂટણીમાં પાર્ટીના પ્રદર્શન અને કેન્દ્ર સરકારનીી કામગીરીને લઇને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
